ભારત સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચાલુ વર્ષથી જ ખેતરોમાં થતા ખરીફ, રવી અને ઉનાળુ પાકના આંકડા માટે પ્રથમ વખત ડિજિટલ ક્રોપ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટે ગ્રામપંચાયતોમાં ફરજ બજાવતા ગ્રામ સેવકો અને વીસીઇ(વિલેજ કમ્પ્યૂટર ઓપરેટર)
.
રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભારત સરકારે પ્રથમ વખત 2024-25માં ગત ઓગસ્ટ માસમાં ડિજિટલ એગ્રીસ્ટેક ક્રોપ સરવે શરૂ કરાવ્યો છે. અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં.12ની નોંધણી કરવામાં આવતી હતી, પરંતુ તે પૂરેપૂરી થતી ન હતી. ડિજિટલ ક્રોપ સરવે થતા હવે નમૂના નં.12માં પાકની પૂરેપૂરી નોંધણી થશે. અગાઉ 2023-24માં છ જિલ્લાની ડિજિટલ ક્રોપ સરવેમાં પસંદગી કરવામાં આવી હતી અને હવે આખા રાજ્યના તમામ એટલે કે 33 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં પાક વાવેતરના રિયલ ટાઇમ ડેટા મેળવવા માટે ભારત સરકારે એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરી છે અને તેના માધ્યમથી જ ડિજિટલ ક્રોપ સરવે શરૂ કરાયો છે.
આ સરવે માટે સરકાર દ્વારા ગ્રામ સેવક તથા વીસીઇને જવાબદારી સોંપવામાં આવી હતી અને ખેતર દીઠ રૂ.10નું વળતર નક્કી કરાયું હતું. રાજકોટ જિલ્લાના 610 ગામમાં પણ વીસીઇ તથા ગ્રામ સેવક મારફત ડિજિટલ ક્રોપ સરવે ગત ઓગસ્ટ માસમાં કરાયો હતો, પરંતુ પાંચ માસ વીતી ગયા બાદ પણ હજુ સુધી તેનું એક રૂપિયાનું વળતર વીસીઇ અને ગ્રામ સેવકને ન મળ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. એક સરવેના નાણાં ચૂકવવાના બાકી હોવા છતાં સરકારે શિયાળુ પાકના સરવેમાં વીસીઇ અને ગ્રામ સેવકને લગાવી દીધાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.
સરકાર સ્પર્શ સોફ્ટવેર મારફત ચૂકવણું કરવા માગતી હોવાથી તેના એકાઉન્ટ ખોલવાની પ્રોસિજર ચાલુ છે નાયબ ખેતીવાડી નિયામક(વિસ્તરણ) વિજય કોરાટે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રોપ સરવે માટે ભારત સરકાર અગાઉ પબ્લિક ફાઇનાન્સ મોનિટરિંગ સિસ્ટમમાં પેમેન્ટ આપતી હતી, પરંતુ ભારત સરકાર દ્વારા 17 રાજ્યમાં ચાલતી આ કામગીરીમાં ચૂકવણા માટે સ્પર્શ સોફ્ટવેરની નવી સિસ્ટમ નક્કી કરાઇ છે અને તેના માટે આરબીઆઇમાં ગુજરાત સરકારનું ખાતું ખોલાવવાનું બાકી છે. જેની પ્રોસિજર ચાલી રહી છે.