ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠામાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને
.
8 વર્ષના બાળકને શંકાસ્પદ HMPV પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એક આઠ વર્ષના બાળકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના સેમ્પલ તપાસમાં મોકલ્યા હતા.જેનો રિપોર્ટ આજે આવ્યો હતો. જેમાં HMPV હોવાનો રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્ય વિભાગ હોસ્પિટલમાં પહોંચી બે સેમ્પલ લઈને ગાંધીનગર અને અમદાવાદ મોકલી આપ્યા હતા.આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ શંકાસ્પદ HMPV હોવાનું જણાવીને બે સેમ્પલ લઈને તપાસમાં મોકલ્યા હોવાની વાત કરી હતી.
રિપોર્ટ બે સેમ્પલ લઈને અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યા આ અંગેની મળેલ વિગત મુજબ પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતનો આઠ વર્ષનો બાળક બુધવારે સવારે તાવ,ઉધરસ અને શરદીના લક્ષણો હોવાને લઈને પરિવારજન હિંમતનગરની બેબી કેર હોસ્પિટલમાં લાવ્યા હતા. તબીબે તપાસ કરીને તેના સેમ્પલ લઈને ખાનગી લેબોરેટરીમાં મોકલ્યા હતા.જેનો રિપોર્ટ ગુરુવારે સાંજે 4 કલાકે આવ્યો હતો.જેમાં HMPV હોવાનો રિપોર્ટ આવતા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટિમ બેબીકેર હોસ્પિટલમાં પહોંચી જતી.જ્યાં બે સેમ્પલ લઈને અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યા હતા.
હાલ બાળકને હોસ્પિટલમાં ICUમાં દાખલ આ અંગે બેબી કેરના બાળ રોગના નિષ્ણાત ઈમ્તિયાઝભાઈ મેમણે જણાવ્યું હતું કે, 8 વર્ષના બાળકને એક્સરે પાડતા ન્યુમોનિયાની અસર જોવા મળી ત્યારબાદ તેનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં HMPV વાયરસ આવ્યો હતો. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કર્યા બાદ આરોગ્ય વિભાગે બે સેમ્પલ લઈને તપાસમાં મોકલ્યા છે. હાલ બાળકને હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. જેની તબિયત ગઈકાલ કરતા સારી છે અને વેન્ટિલેટર પર છે.
રિપોર્ટ આવ્યા બાદ HMPV વાઇરસ છે કે નહીં કહી શકાય આ અંગે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના 8 વર્ષના બાળકને HMPV અંગે બેબી કેર માંથી જાણ થયા બાદ આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં પહોંચી બે સેમ્પલ લીધા હતા.જે સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ HMPV વાઇરસ છે કે નહીં કહી શકાય. હાલમાં HMPV શંકાસ્પદ વાયરસ છે.