રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડા-2025ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે કાર્યક્રમની શરૂઆત હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડો.જી.ડી. પુરીના માર્ગદર્શન અને સંબોધન સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા
.
24 એપ્રિલે યોજાશે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ તા. 24 એપ્રિલનાં રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા. 10 એપ્રિલ સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાનાં રહેશે. આ માટેની અરજીમાં મથાળે “જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો મોકલવા તથા અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ કે પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવાની રહેશે. અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખવું. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું અને ફોન નંબર પણ લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો, અંગત રાગ-દ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધિત મામલતદારને અરજી કરવાની રહેશે.
6 એપ્રિલે ‘ધો- 10 પછી શું?’ અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે રાજકોટમાં વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા તા. 6 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે હેમુ ગઢવી હોલમાં ‘ધોરણ 10 પછી શું?’ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. જેમાં ઈજનેરી, આર્કિટેક્ચર અને ઈન્ટીરિયર ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી સંબંધિત માહિતી અને કોર્સની વિગત વિષે માર્ગદર્શન અપાશે. તેમજ નિષ્ણાતો સાથે ઈન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી થશે. જેનો લાભ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, શાળાના ટ્રસ્ટી, આચાર્ય તથા કાઉન્સેલર લઈ શકે છે. સેમિનારમાં ભાગ લેવા નોંધણી ઓનલાઈન કરવાની રહેશે. વધુ વિગત માટે મો.નં. 91577 16781 (એન્જિનિયરીંગ) અથવા 95104 37520 (આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડીઝાઇન) પર સંપર્ક કરી શકાશે. સેમિનાર માટે ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, હર્ષલભાઈ મણિયાર, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે અને ડો. નવિનભાઈ શેઠ જહેમત ઉઠાવી રહ્યાં છે.
વિવિધ તાલુકાઓના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 એપ્રિલે યોજાશે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 23 એપ્રિલે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ પોતાના લગત તાલુકાના મામલતદારને 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાના રહેશે. આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજૂ થયેલ પ્રશ્નોને ફરીથી રજૂ કરવાના રહેશે નહીં તેમજ પ્રથમ વખત અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે જેમાં એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.