પોલીસ ઉપર થતાં હુમલાની ઘટનાઓ એક બાદ એક વધી રહી છે ત્યારે વડોદરામાં કોર્ટમાંથી સમન્સ આપવા આવેલા શખ્સે પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી ઉપર ઉશ્કેરાઈને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસકર્મીને માર મારતા તેઓના સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
.
એજન્સીના કલ્પેશ વિરૂદ્ધ સમન્સ લઈને આવ્યા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 4 વર્ષથી ASI તરીકે ફરજ બજાવતા હરીશભાઇ ગઈકાલે પોતાની ફરજ પર હાજર હતા ત્યારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ કોર્ટ તરફથી નિર્મલસિંહ ડોડીયા, કારેલીબાગ સ્થિત પાયલ એજન્સીના કલ્પેશ અધવર્યુંના નામનું બેલેબલ વોરંટ નેગોશિયલ એક્ટની કલમ-138 મુજબનો સમન્સ લઇને આવ્યાં હતા.
ખુરશીને લાત મારીને ASIને માર માર્યો જેથી આ સમન્સ અંગે હરીશભાઇએ નિર્મલસિંહને જણાવ્યું કે, નીચે પી.એસ.ઓ પાસે દાખલ તારીખ નખાવી દો અને આ વોરંટની બજવણી બીજા માણસો કરે છે અને તેઓ સાંજે પાંચ વાગે આવશે અને તમે લોકરસક્ષક વિવેકગીરીને મળી લેજો તેમ કહેતા, તે એકદમથી ઉશ્કેરાઇ ગયો અને કહેવા લાગ્યો કે, અમે સરકારમાં ટેક્સ ભરીએ છીએ તો તેનાથી તમારા જેવા લુખ્ખા પોલીસવાળાના પગાર થાય છે અને તારે મને તમે નહીં સાહેબ બોલવાનું, ત્યારબાદ ખુરશીને લાત મારી એ.એસ.આઇ હરીશભાઇને નીચે પડી જતા તેઓને મોઢા પર ફેટો મારી લાત મારી તેઓની ઉપર બેસી ગયો હતો. જેથી હરીશભાઇએ બુમાબુમ કરતા પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય પોલીસ કર્મીઓ દોડી આવી તેઓને છોડાવ્યાં હતા.
આ બનાવને પગલે એ.એસ.આઇને આંખે અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એ.એસ.આઇ બાપોદ પોલીસ સ્ટેશનમાં નિર્મલસિંહ ડોડીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.