સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ બનાવી છે. ઉધના ઝોન-બીમાં વેરા ન ભરનાર ટોપ ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઝુંબેશ હેઠળ રવિવારે એકસાથે 60થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી
.
ઉધના ઝોન-બીના એસેસમેન્ટ રિકવરી ઓફિસર ચેતન પાટિલના જણાવ્યા મુજબ, સચિનના પાલી ગામ, ઉંબેર અને ઉન વિસ્તારોમાં વર્ષોથી બાકી રહેલા વેરાની વસુલાત માટે અનેક નોટિસ ફટકારવા છતાં કોઈ પ્રતિક્રિયા મળી નથી. પાલિકાએ આ વિસ્તારોમાં 95 સોસાયટીઓના 9600 ઓપન પ્લોટ ધારકો પાસેથી કુલ 8.62 કરોડ બાકી વેરા વસુલવાના છે.
અંતિમ નોટિસ બાદ કડક પગલાં અંતિમ નોટિસ ફટકાર્યા બાદ પણ જો ટૂંક સમયમાં વેરાની ચુકવણી ન થાય, તો આ મિલકતોને ટાંચમાં લેવામાં આવશે. હાલ ઉધના ઝોન-બી દ્વારા તબક્કાવાર રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે. જો ડિફોલ્ટર્સ સતત અવગણના કરશે તો કાનૂની પ્રક્રિયા અંતર્ગત મિલકતની જાહેર હરાજી કરવામાં આવશે.
વેરા વસુલાત લક્ષ્યાંક સિદ્ધ કરવો મહત્વપૂર્ણ નાણાકીય વર્ષને પૂરા થવામાં હજુ ત્રણ મહિના બાકી છે, અને તે પહેલાં પાલિકાએ મકાન માલિકો, ઉદ્યોગપતિઓ અને ડેવલોપર્સ પાસેથી બાકી રહેલી રકમ વસુલીને લક્ષ્યાંક હાંસલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ઝુંબેશ વેરાની ચુકવણી માટે પાલિકાના વધેલા આક્રમક વલણને દર્શાવે છે.
હરાજીથી ડરાવવા પગલાં વેરાની વસુલાત માટે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો બાકી ધારકો 15 દિવસની અંદર બાકી રકમ ભરવામાં નિષ્ફળ રહેશે, તો SMC હરાજી દ્વારા રકમ વસુલશે. પાટિલે જણાવ્યું કે, ઝોન-બીમાં આ પ્રકારની ઝુંબેશ પ્રથમ વખત આકરામાં હાથ ધરવામાં આવી છે.વેરા ચૂકવવામાં વિલંબ કરનારોએ સમયસર ચુકવણી કરી હરાજી અથવા કાનૂની કાર્યવાહીથી બચવું જરૂરી છે.