દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત મહત્વપૂર્ણ પી.આર.આઈ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિવિધ સ્તરના પંચાયત
.
જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ. અમરસિંગ ચૌહાણ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ‘મારું ગામ ટીબી મુક્ત ગામ’ અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ટીબીના દર્દીઓ માટે પોષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો ‘નિક્ષય મિત્ર’ બની ટીબીના દર્દીઓને પોષણ સહાય આપી શકે છે. બેઠકમાં ધારાસભ્ય અને અન્ય પ્રમુખ પદાધિકારીઓએ નિક્ષય મિત્ર બનીને 10 ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કિટ આપવાની જાહેરાત કરી હતી.