દિવાળી પહેલાં બદલી થઈને ગયેલાં તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈની બે દિવસ અગાઉ ત્રીજી વખત મહુધા તાલુકા પંચાયત ખાતે બદલી થતાંની સાથે જ દિવાળી શુભેચ્છાનાં સ્થાનિક ધારાસભ્ય અને રાજકિય આગેવાનોના હોર્ડીગસ ઉતારી લેવામાં આવ્યાં હતાં. જેને લઈને ફરીવાર વિ
.
ગત વિધાનસભાની ચુંટણી પહેલાં વર્ષ 2021 માં આણંદ જિલ્લામાંથી બદલી થઈને મહુધા તાલુકા પંચાયતનો ચાર્જ જ્યોતિબેન દેસાઈએ સંભાળ્યો હતો. સમય વીતતા કોંગ્રેસ દ્વાર ગાંધીનગર સુઘી રજુઆત કરતા આખરે ટીડીઓની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાંક કટકિબાજોએ ભેગાં મળી સત્તા પક્ષના નેતાઓને મળી બદલીના બીજા જ દિવસે બદલીનો ઓર્ડર કેન્સલ કરાવવામાં સફળ રહ્યા હતા.
જોકે સમય વીતતાં ચાલું વર્ષના પાંચમા મહિનામાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા ટીડીઓ વિરૂધ્ધનો લેટર બોમ્બ જાહેર થતાં વધું એક વખત જયોતિબેન દેસાઈ વિવાદના ઘેરામાં આવ્યાં હતાં.પરંતુ આખરે ગત દિવાળી પહેલાં જ મહુધાથી તેઓની બદલી ગાંધીનગર ખાતે વિકાસ કમિશ્નરની કચેરીમાં ચીટનીશ તરીકે બદલી કરવામાં આવી હતી.
ત્યારે તેઓની અચાનક ફરી મહુધા બદલી થતાં કટકીબાજો વધુ એક વખત સક્રિય થઈને રાજકીય આકાઓની મદદથી તેઓને પરત મહુધા તાલુકા મથકમાં બદલી કરાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.એટલું જ નહિ પરંતુ પરત મહુધા ખાતે બદલીનો ઓર્ડર વાયરલ થતાં જ મહુધા તાલુકા પંચાયતમાં ફરજ પરનાં કેટલાંક કર્મીઓ ચાલુ ફરજ દરમિયાન 17 ડિસેમ્બરની બપોર બાદ અંબાજી માતાનાં દર્શનાર્થે રવાનાં થયા હોવાનો ગણગણાટ ઉઠ્યો છે.
ત્યારે બીજી તરફ ટીડીઓનાં આગમન પૂર્વે તાલુકા પંચાયતની બહાર લગેવલા દિવાળી શુભેચ્છાનાં ધારાસભ્યના ફોટાવાળા બેનરો અચાનક ઉતારી લેવાતાવધુ એક વિવાદનો મધપૂડો છેડાશે તેવી અટકળો તેજ બની છે. નડિયાદ શહેર પેટલાદ ફાટક થી પેટલાદ તરફ જતા ઓવર બ્રિજ પાસે ના માર્ગ પર ગટર ઊભરાવવાની સમસ્યાથી રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માર્ગ પર ગટરના પાણીનો રેલો નીકળતા રાહદારીઓને ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.