પાટણ શહેરમાં આજે શુક્રવારે સવારે તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં તાપમાન 33 ડિગ્રી થશે. બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે.
.
રાત્રિનું તાપમાન હજુ પણ 20 ડિગ્રીથી નીચે રહે છે. આના કારણે મોડી સાંજથી વહેલી સવાર સુધી વાતાવરણ ઠંડું રહે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 22 માર્ચથી આકરી ગરમીનો દોર શરૂ થશે. હાલ રાત્રે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ, લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.