કચ્છમાં ગરમીનું મોજું વધુ આકરું બન્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા મથક ભુજમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.
.
પૂર્વ વિભાગના અંજાર-ગાંધીધામ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. અહીં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પ્રખર તાપના કારણે શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અસહ્ય ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
લોકોને રાહત આપવા માધાપર પોલીસે સ્ટેશન બહાર પરબની વ્યવસ્થા કરી છે. અહીંથી પસાર થતા લોકોને મફત ઠંડુ પાણી અને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ જવાનો સુરક્ષા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે.