બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું કુવામાં ખાબક્યું હતું.
.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે કુવામાં ફસાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. બંને વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રાથમિક સારવાર માટે બંને ઘાયલોને ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, ઈજાઓની ગંભીરતાને જોતાં તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.