સુરતના આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા સુધારાઓ થઈ રહ્યા છે. સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં લંબે સમયથી ટેકનિકલ ખામીઓને કારણે CT સ્કેન અને MRI મશીન ખરાબ થઈ ગયા હતા, જેના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જઈ મોંઘા ખર્ચે સ્કેન કરાવ
.
કનકપુરમાં 9.15 કરોડના ખર્ચે લેક ડેવલોપમેન્ટ સુરત મહાનગર પાલિકા હવે શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસ વધારવા તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરી રહ્યું છે. નવા વિસ્તારોમાં કનકપુર ખાતે 9.15 કરોડના ખર્ચે લેક ડેવલપમેન્ટ યોજવામાં આવશે, જેમાં કુલ 38,952 ચોરસ મીટર વિસ્તાર પર આધુનિક લેક ગાર્ડન બનાવવામાં આવશે. અહીં વોકવે, ગેઝીબો, બાળકો માટે પ્લે એરિયા અને અન્ય સુંદરતાવર્ધક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વરાછા ઝોનમાં મગોબ-ડુંભાલ ખાતે પૃષ્ટી ગાર્ડનનું 4 કરોડમાં રિડેવલોપમેન્ટ થશે. જોગિંગ ટ્રેક, રીચાર્જ બોરવેલ, બે ગેઝીબો, પ્લે એરિયા અને જીમ ઈક્વિપમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ ઉમેરી શહેરવાસીઓને આરોગ્યસુચક અને દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી ઉદ્યાન ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મોબિલિટી પ્રોજેક્ટ’ પર રજૂઆત કરશે જર્મન કોર્પોરેશન ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશન (GIZ) દ્વારા 19થી 27 એપ્રિલ દરમિયાન યુરોપના બર્લિન, એમ્સ્ટરડમ અને બાર્સેલોનામાં ‘સ્માર્ટ-સસ્ટેનેબલ મોબિલિટી મિશન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી નોમિનેટ થયા છે. આ પ્રોગ્રામમાં શાલિની અગ્રવાલ દ્વારા ‘ગુજરાત રાજ્યના બેસ્ટ મોબિલિટી પ્રોજેક્ટ’ વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવશે, તેમજ સુરત શહેરના શહેરી ગવર્નન્સ અને ટ્રાન્સપોર્ટેશન પર ચર્ચા થશે. આ યાત્રા સુરત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું શહેરી આયોજન પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.