તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં ગુનાહિત વિશ્વાસઘાતનાં ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને તાપી એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસના બાતમીદારોએ નાસતા-ફરતા/ વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હતી. તે દરમ્યાન ASI ગણપતસીંહ રૂપસિંહ તથા અ.હે.કો.વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે ભરૂચ ખાતે થી વ્યારા પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં.13/2018 ઇ.પી.કો.કલમ 406, 409, 465, 467, 468, 471, 120b, 114 મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
વ્યારા પોલીસ સ્ટેશનનાં ગુનાહિત વિશ્વાસઘાતના ગુનાનામાં છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ચેતન નારણભાઇ પાટીલ, જે નોકરી બેંક ઓફ બરોડા, લીંક રોડ, બ્રાન્ચ રહે.શહજાન લકઝુરીયઝ રૂમ નં.-ડી-901 તા.જિ.ભરૂચ મૂળ રહે.બી-103 પેનીનસોલા પાર્ક ડી-માર્ટની પાસે વિરાર વેસ્ટ મુંબઇને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.