દિપોત્સવી પર્વમાં ભારે ભીડ બાદ દેવભૂમિનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવરાજપુર બીચ ડિસેમ્બર માસના નાતાલના વેકેશન પૂર્વે માસના પ્રારંભે જ બહોળી સંખ્યામાં સહેલાણીઓ બેનમૂન બીચની મુલાકાતે આવતાં થયા છુે. યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા વચ્ચે રાજ્યના હોટ
.
ઓખામંડળના વરવાળા શિવરાજપુર મોજપની દરીયાઈ પટ્ટી પર બેનમૂન બીચ પર સોહામણા અને પ્રમાણમાં શાંત બીચ અને છીછરા પાણીને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બીચનુ નવીનીકરણ હાથ ધરાયું હોય, જેના પહેલા ફેઈઝના કામો અર્તગત બીચ પર યાત્રીકલક્ષી સુવિધાઓમાં વધારો કરાયો છે. બ્લ્યુ ફલેગ બીચની આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા મળ્યા બાદ છેલ્લા દાયકામાં આ બીચ પર સહેલાણીઓની સંખ્યામાં ક્રમશઃ વધારો થતો રહયો છે અને તહેવારો તેમજ વેકેશનના સમયમાં સમગ્ર બીચ એરીયા ભરચકક જોવા મળે છે.
આશરે દસ કીમીની દરીયાઈ પટ્ટી પરના કાચ જેવા ચોખ્ખા બ્લ્યુ પાણીનો નઝારો માણવા તથા સનસેટ તેમજ બીચ એકટીવીટીઝ કરી તરોતાજાં થવા સહેલાણીઓની પહેલી પસંદ શિવરાજપુર બીચ બની રહયો છે.આગામી દિવસોમાં નાતાલ વેકેશન સહિતના સમયગાળામાં મોટી સંખ્યામાં રાજય સહિતના સહેલાણીઓ ઉમટી પડશે એવી ધારણા સેવાઇ રહી છે.
સ્કૂબા ડાઈવર્સમાં પણ શિવરાજપુર બીચ હોટ ફેવરીટ.. દરીયાઈ જીવસૃષ્ટિ અને પાણીની અંદર અદભૂત દુનિયાને પ્રત્યક્ષ નિહાળવા અનેક સાહસીક તરવૈયાઓ તથા સ્કૂબા ડાઈવર્સ માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદ બની રહયો છે. ઓકટોબરથી માર્ચના વધુ સારી રીતે દરીયાઈ આ સમયમાં વધુ શિવરાજપુર બીચની સરકાર અને રાજ્ય પૈકીનો એક શિવરાજપુર કેન્દ્ર સરકારની સીધી સમયગાળામાં સ્કૂબા ડાઈવર્સ સૃષ્ટિ નિહાળી શકતા હોય પ્રમાણમાં સ્કૂબા ડાઈવર્સ મુલાકાત લે છે. પ્રવાસન વિભાગ દ્વારા બીચ ડેવલોપમેન્ટ એકટીવીટીઝ તથા ફેઈઝવાઈઝ વિકાસલક્ષી કામગીરી કરાઈ રહી છે.