બોરસદ રૂરલ પોલીસની ટીમે કાવીઠા ગામથી વહેરા ગામ સુધી પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પકડી છે. પરંતુ, કારચાલક પોલીસને ચકમો આપી ભાગી ગયો છે. પોલીસે રૂપિયા 1.79 કિંમતની વિદેશી દારૂની 358 નંગ બોટલો તેમજ કાર મળીને કુલ રૂપિયા 4.79 લાખનો મુદ્દામાલ જ
.
પેટલાના રાજુ ઠાકોર (ફાટક) નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફોર વ્હીલર કાર નંબર GJ 06 FQ 6952 બોરસદ તરફ મોકલી હોવાની બાતમી બોરસદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બોરસદ તાલુકાના કાવીઠા ગામ નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર પુરઝડપે આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, ચાલકે પોલીસને જોઈ યુ-ટર્ન લઈ વહેરા ગામ તરફ પોતાની કાર ભગાડી મુકી હતી. જેથી પોલીસની ટીમે આ કારનો પીછો કર્યો હતો. દરમિયાન ચાલકે પોતાની કાર વહેરા ગામ નજીક શિવાલય હેરીટેજ સામે આવેલા તમાકુના ખેતરમાં ઉતારી દીધી હતી. જે ખેતરમાં પાણી વાળેલ હોવાથી કાર ફસાઈ ગઈ હતી. તે વખતે ચાલક કારમાંથી ઉતરી અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો.
જે બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે કારની તલાશી લેતાં, તેમાં આગળ પાછળની સીટ ઉપર તેમજ ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 358 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 1,79,000 તેમજ કાર કિંમત રૂપિયા 3,00,000 મળીને કુલ રૂપિયા 4,79,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર કારચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર રાજુ ઠાકોર (ફાટક) વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.