ધ્રાંગધ્રા પંથકમાં ઉદ્યોગિકરણનાં મોટા લાભ છે ત્યારે ધ્રાંગધ્રા આજુબાજુ અનેક ફેક્ટરીઓ ચાલુ થઇ રહી છે. પણ ફેક્ટરીથી રોજગારીનાં નામે માત્ર માલિકો દ્વારા એક તરફ ઝેરી કેમિકલ ઓકાય છે. જે જનતા તેમજ પર્યાવરણનાં હિતને નુકસાન પહોંચાડી રહ્યું છે. ધ્રાંગધ્રાના હ
.
બીજી તરફ સામાજિક કાર્યકરોએ રેજિન ઉત્પાદનની મંજૂરી કોઈ પણ ભોગે ન આપવી તેમ જણાવી કંપનીનાં મહિને માત્ર 2500 મેટ્રિક ટન જ ઉત્પાદનની કોઈ ગેરંટી નથી અને તંત્રની દેખરેખમાં કંપની મર્યાદા બહાર ઉત્પાદન કરી ટેક્સ ચોરી કરશે. જેને રોકવા સોશિયલ મોનિટરિંગ કમિટિની માંગ કરી હતી.
મહત્વની વાત એ છે કે ભવિષ્યમાં આવી કંપનીઓને કારણે નજીકનાં ગામડાઓ, સ્કૂલો કે પર્યાવરણને નુકસાન થશે તેમ જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ કરનાર સામાજિક કાર્યકર હિતેશભાઈ રાજપરા દ્વારા જણાવ્યું કે કંપની દ્વારા નિયમો નેવે મૂકી પર્યાવરણને નુકસાન થાય તે માટે સરકારી ખરાબાની જમીન દબાવી ફેક્ટરી ઊભી કરી રહ્યા છે તેની સામે લેખિત વિરોધ નોંધાવ્યો છે. મારા સિવાય વિસ્તારના અનેક લોકોનો વિરોધ જેવા મળી રહ્યો છે.