સુરત કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ઝડપથી કામગીરી કરવામાં ન આવતી હોવાની બુમરાડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગટર ઉભરાવાની, ભૂવો પડ્યો હોવાથી ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પાણીની લીકેજ લાઈન હોવાથી ત્યાં આગળ જે તે ઝોન વિસ્તારના અધિ
.
દોઢ મહિનાથી સમસ્યા ઠેરને ઠેર લાલ દરવાજા ઉના પાણી રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં રીપેરીંગની કામગીરી થઈ રહી નથી. પાણીનું સતત લીકેજ થઈ રહ્યું છે અને બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. આસપાસના હોસ્પિટલમાં ઝડપથી જવું હોય તો પણ ટ્રાફિકના કારણે જઈ શકાતું નથી. વાહનચાલકો પણ પાણી સતત રીતે થવાના કારણે કિચડથી પરેશાન થઈ રહ્યા છે.
‘અધિકારીઓ કહે છે મોટું કામ છે વાર લાગશે’ સ્થાનિક રહેવાસી ભુપેશ ભાઈએ જણાવ્યું કે, હું ઉના પાણી રોડ ઉપર જ રહું છું. થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આવ્યા હતા અને જોઈને જતા રહ્યા છે પાણીનું લીકેજ હજી પણ સતત ચાલુ છે. માત્ર બેરીકેડ લગાવીને જતા રહ્યા હોવાથી અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. દોઢ મહિનાથી આ મુશ્કેલી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓ જ્યારે આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે, મોટું કામ છે વાર લાગશે, પરંતુ કેટલો સમય લાગશે તે અંગે કોઈ માહિતી આપતા નથી. ભલે ગમે તેટલું મોટું કામ હોય પરંતુ કામની શરૂઆત કરે ત્યારે એ પૂરું થશે.