અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જંગલ વિસ્તારની નજીકમાં આવેલા ગામડાઓ અને હાઈવે પર પણ અવારનવાર સિંહ ચડી આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રહે છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ચાર
.
અમરેલીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સિંહ પરિવારની લટાર સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનો છે. જ્યાં રાત્રિના સમયે વરસી રહેલા ઝરમર વરસાદની વચ્ચે ચાર બાળસિંહ સાથે સિંહ અને સિંહણ હાઈવેની વચ્ચોવચ્ચ ચાલતા જતા જોવા મળી રહ્યા છે. 24 કલાક ધમધમતા આ નેશનલ હાઈવે પર સિંહ પરિવાર આવી જતા થોડીવાર માટે વાહનોના પૈડાં પણ થંભી ગયા હતા.
નેશનલ હાઈવે પર અકસ્માત પણ સર્જાઈ શકે અમરેલી જિલ્લામાંથી પસાર તતા હાઈવે પર ભૂતકાળમાં સિંહના અકસ્માતના બનાવ પણ બની ચૂક્યા છે. ભારે વાહનોની સતત અવરજવર હોવાના કારણે ભવિષ્યમાં પણ અકસ્માત સર્જાય તેવી ભીતિ છે.
બાલાનીવાવ નજીક સિંહની વધુ અવરજવર ચારનાળા વિસ્તારથી કાગવદર,બાલાનિવાવ, મીઠાપુર, સહિત વિસ્તારમાં સૌથી વધુ સિંહોની અવર જવર અને રોડ ક્રોસ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અહીં પેટ્રોલીંગ વધારે તે જરૂરી છે.
સિંહપ્રેમીએ કહ્યું- આ ચિંતાજનક દૃશ્યો સિંહપ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું આ ચિંતાજનક દ્રશ્યો છે આવી રીતે સિંહો નેશનલ હાઇવે ઉપર ફરતા હોય ત્યારે વનવિભાગએ ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. અગાઉ અહીં વાહન હડફેટે અનેક સિંહોના અકસ્માત થઈ ચૂક્યા છે. ત્યારે ફરીવાર ઘટના ન બને તેની તકેદારી રાખવાની જરૂર છે. આ વરસાદી માહોલ છે એટલે સિંહો વધારે પડતા માર્ગો અને ખુલ્લા વિસ્તારમાં ફરતા હોય છે.