દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો થયો છે. તાલુકા પંચાયત કચેરી સુધી પહોંચવા માટે બે વર્ષ પહેલાં 6 લાખના ખર્ચે બનાવવામાં આવેલો RCC રોડ આજે સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં છે. રોડની સ્થિતિ એટલી ખરાબ છે કે તેને મ
.
વિશેષ ચિંતાજનક બાબત એ છે કે મનરેગા યોજનાના નિયમ મુજબ કામની તમામ વિગતો સાથેનું બોર્ડ સ્થળ પર લગાવવું ફરજિયાત છે, પરંતુ અહીં કોઈ માહિતી પ્રદર્શિત કરવામાં આવી નથી. દરરોજ તાલુકા વિકાસ અધિકારી આ રોડ પરથી પસાર થતા હોવા છતાં તેમણે આ ગેરરીતિ તરફ ધ્યાન ન આપ્યું તે પણ પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક રહીશોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તાજેતરમાં જ સીંગવડ ગામમાં મનરેગા યોજનાના અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી, જેને દબાવવાનો પ્રયાસ કરાયો હતો. હવે આ નવા કિસ્સામાં ભ્રષ્ટાચાર આચરનાર કર્મચારીઓ સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/34d2f8cd-cbec-46cf-9d1f-ea6db2204f2b_1739371872849.jpg)
મનરેગા યોજનાના કર્મચારીઓ દ્વારા આચરવામા આવેલા ભ્રષ્ટાચાર મામલે દિવ્ય ભાસ્કરે તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગોરાનો રુબરુ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો પરંતુ કચેરીમા હાજર ના હોઈ સંપર્ક થઈ શક્યો ન હતો, ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામા આવતા તાલુકા વિકાસ અધિકારી ફોન રીસીવ નહિ કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. સીંગવડ તાલુકા પંચાયત કચેરી સુધી જે આર.સી.સી. રોડ જે ટેકનિકલ આસિસ્ટન્ટની દેખરેખ હેઠળ બનાવવામા આવ્યો હતો, તે ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રેમ પ્રજાપતિનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે આ બાબતે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/da835b21-b23b-48a6-b798-888fff37783c_1739371872850.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/c684216b-26aa-4eb5-8657-fbad59c7e680_1739371872858.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/b9e54532-5c71-4783-b3e6-02db551f609b_1739371872858.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/093b43d6-ad81-4da8-b567-f96deaf57dc6_1739371872862.jpg)