કચ્છના નાના રણમાં આવેલી વાછડાદાદાની ઐતિહાસિક જગ્યા એક અદભુત ચમત્કાર સમાન છે. અહીં લગભગ 15,000 ગાયો અને વાછરડાં કોઈપણ પ્રકારના બંધન વિના સ્વતંત્રપણે વિચરે છે. આ જગ્યાની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે આ ગાયો સવારે ગોવાળ વિના ચરવા જાય છે અને સાંજે આરતીન
.
વાછડાદાદાની જગ્યા ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન આપનાર વીર પુરુષ વચ્છરાજ સોલંકીની સ્મૃતિમાં સ્થપાયેલી છે. 74 બેટ ધરાવતા કચ્છના નાના રણમાં, સમી તાલુકાના સીમાડે આવેલો વાછડા બેટ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં રણમાં અસામાન્ય રીતે પીપળો, લીમડો અને નીલગિરી જેવા વૃક્ષો ઊગે છે, જે આ સ્થળની વિશિષ્ટતા દર્શાવે છે.
ટ્રસ્ટી વિજુભા ઝાલાના જણાવ્યા મુજબ, રણમાં સર્વત્ર ખારા પાણી વચ્ચે આ સ્થળે મીઠા પાણીની સરવાણી વહે છે, જે ગાયો માટે પીવાના અવાડામાં એકત્રિત કરવામાં આવે છે. આ જગ્યા આકાશવૃત્તિથી ચાલે છે અને સદીઓથી હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે.
અહીં સત્સંગ હોલની બાજુમાં વિશાળ ગૌશાળા અને ગાયોના ઘાસચારા માટેના ગોડાઉન બનાવવામાં આવ્યા છે. વેગડ ગાયોનો વંશવેલો આજે પણ આ સ્થળે જોવા મળે છે. આ રામધણ સ્વરૂપી ગાયોનું ધણ વાછડાદાદાનું ધણ ગણાય છે, જે આ સ્થળની પવિત્રતા અને મહત્તા વધારે છે. ગૌ સેવા અને ગાય માટે પ્રાણ આપનારની પૂજા કરી આ પ્રજાએ કદર કરી છે. ગોપાલ કૃષ્ણ અવતાર તરીકે પૂજાય છે જ્યારે વાછરો સોલંકી દેવઅંશ તરીકે પૂજાય છે.