રાજકોટ જિલ્લાના લોધિકાના ચાંદલી ગામે માવતરે રહેતી પરિણીતાને માત્ર ટેટની પરીક્ષાની તૈયારી કરવાનું મોટું પરિણામ ભોગવવું પડ્યું છે. પતિ, સાસુ-સસરા અને જેઠે મેણા ટોણા મારી તેને ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ પોલીસમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા અંગે ફરીય
.
સાસરિયાઓ વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાઈ
હાલ લોધિકાના ચાંદલી ગામે રહેતી અને રાજકોટના ભીમરાવ કર્મચારી સોસાયટી કરણ પાર્ક મેઈન રોડ પર સાસરિયું ધરાવતી પ્રિયંકાબેન પ્રાજલભાઈ ડાંગર (ઉ.વ.24)એ તેના પતિ પ્રાંજન મનસુખ ડાંગર, સસરા મનસુખ ડાંગર, સાસુ ચંપાબેન અને જેઠ અંકિત વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે.
તને સારૂ રાંધતા પણ આવડતુ નથી કહી મેણાં ટોણા મારતા
ફરિયાદી પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે છેલ્લા એક વર્ષથી તેના માવતરે રહે છે. તેના લગ્ન બે વર્ષ પહેલા તા.07.02.2022ના રોજ રાજકોટમાં ભીમરાવ કર્મચારી સોસાયટીમાં રહેતા પ્રાંજલ સાથે થયેલ છે. શરૂઆતમાં બે-ત્રણ મહિના તેમને સારી રીતે રાખેલ અને ત્યારબાદ તેના પતિ, સસરા મનસુખભાઈ, સાસુ ચંપાબેન, મનસુખભાઈ ડાંગર, જેઠ અંકિતભાઈ નાની વાતોમાં બોલાચાલી કહેતા કે, તેને કાંઈ આવડતુ નથી. તારા મા-બાપે તને કાઈ શીખવાડેલ નથી. તને સારૂ રાંધતા પણ આવડતુ નથી કહી મેણાં ટોણા મારતા હતા.
મારે તું નથી જોયતી, તું તારા પિતાના ઘરે જતી રહે
ત્યારબાદ બે-ત્રણ મહિનાથી તે લોકો સારો વ્યવહાર ન કરતા માતા-પિતાને જાણ કરી હતી. પોતે ટેટની તૈયારી કરવા માટે જ્યારે વાચવા બેસે તો તે લોકો અવારનવાર મેણા ટોણા મારી પતિ વાતે-વાતે બોલાચાલી કરી કહેતા કે, તને કશું આવડતું નથી, તું તારા પિતાના ઘરે જતી રહે, મારે તું નથી જોયતી અને સાસુ-સસરા અને જેઠ પણ કહેતા કે, તુ આને તેના મા-બાપના ઘેર મુકી આવ અને આપડે આને નથી જઈતી. તને હું આનાથી સારી છોકરી સાથે પરણાવી આપીશ એવુ અવાર-નવાર કહી મેણા ટોણા મારતા હતાં.
સાસરિયાએ તેડવા આવવાની મનાઈ ફરમાવી દીધી
બાદમાં ગઇ તા.14.03.2023ના તેણીના પતિએ કહેલ કે, તારે ટેટની પરીક્ષાની તૈયારી કરવી હોય તો તેના માટે તને તારા પિતાના ઘરે મુકી જાવ તેમ કહી પિતાના ઘરે મુકી ગયા અને ત્યારબાદ ફોન કરી કહેલ કે, તમે મને તેડી જાવ તો પતિએ કહેલ કે, મારે તું નથી જોયતી તેમ કહીં સાસરિયા તેડવા ન આવતાં ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.