જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાતા ઠંડી વધીને 11.3 ડિગ્રીએ પહોંચી ગઈ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગમાંથી મળતી માહિતિ અનુસાર બુધવારે જુનાગઢનું સવારનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી રહ્યા બાદ બીજા દિવસે ગુરુવારે
.
શુક્રવારે સવારે ઠંડી વધીને 11.3 ડિગ્રી નોંધાઇ હતી. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાન 3.4 ડિગ્રી ઘટવાની સાથે શુક્રવારની સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 73 ટકાએ પહોંચી જતા ધુમ્મસ છવાઈ ગયું હતું. જેની સાથે સાથે સવારથી 10.3 કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. અને તીવ્ર ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. બપોરે વાતાવરણમાં 51 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું પરંતુ સાંજ સુધી લોકોને ઠંડીથી રાહત મળી ન હતી અને રાત્રે શરૂ થતાની સાથે ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.