અમદાવાદ,શુક્રવાર,4 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિ.ના ઝૂ ખાતા હસ્તક આવેલી બાલવાટિકાનુ રુપિયા
૨૨ કરોડના ખર્ચે રિડેવલપમેન્ટકરાયુ છે.ડાયનાસોર,હરણ ટ્રેન જેવી મુવીંગ એકટિવીટી ઉપરાંત રોબાટ સહીતના અન્ય
આકર્ષણ ઉમેરાયા છે. મ્યુનિ.તંત્રને વાર્ષિક ૪૦ લાખની આવક થશે.મુલાકાતીઓ
લેકફ્રન્ટથી એન્ટ્રી લેશે તેની ૧૦૦ ટકા આવક મ્યુનિ.તંત્રને મળશે.ટૂંકસમયમાં
અપગ્રેડ કરાયેલી બાલવાટિકાનુ લોકાર્પણ કરાશે.
બાલવાટિકાનું પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે
રિડેવલપમેન્ટ કરવા ૧૪ માર્ચ-૨૪ના રોજ મંજુરી અપાઈ હતી.બાલવાટિકાના રિડેવલપમેન્ટ
પાછળ રુપિયા ૨૨ કરોડનો ખર્ચ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા કરાયો
છે.બાલવાટિકાના ભાડા પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક ફિકસ રુપિયા ૧૯.૨૩ લાખ
ભાડુ મળશે.જયારે ટિકીટના વેચાણમાંથી ૨૭ ટકા રેવન્યુ શેરીંગ મ્યુનિસિપલ
કોર્પોરેશનને મળશે.રિ-ડેવલપ કરવામાં આવેલી બાલવાટિકામાં બાળકો માટે વિવિધ પ્રકારના
૨૮ આકર્ષણનો ઉમેરો કરાયો છે.જેમાં લેન્ડસ્કેપ ગાર્ડન ઉપરાંત સ્નો પાર્ક, ગ્લાસ ટાવર,મડ બાઈક વેક્ષ
મ્યુઝિયમ સહીતના આકર્ષણનો સમાવેશ કરાયો છે.
બાલવાટિકા ખાતે નવા
મહત્વના આકર્ષણ કયાં -કયાં?
રિડેવલપ કરવામાં આવેલી બાલવાટિકા ખાતે બાળકો માટે વિવિધ
પ્રકારના નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે.એન્ટ્રી ગેટ નંબર-૧ અને ૨ ઉપરથી બે હજારથી
વધુ લોકો અવર-જવર કરી શકશે. કાંકરિયા લેકફ્રન્ટનો નજારો માણી શકશે. આ ઉપરાંતના
આકર્ષણો આ મુજબ છે.
૧.ઝંપીંગ એડવેન્ચર,૨.એકસ
વોરિયર,૩.રોયલ
રાઈડ,૪.રોબાટ,૫.હેપી રીંગ,૬.ડાયનાસોર ટ્રેન,૭.કોઈન્સ હાઉસ,૮.શુ હાઉસ,૯.ડાયનાસોર પાર્ક,૧૦.બટરફલાયપાર્ક.૧૧.કીડસ
ગો કાર્ટ,૧૨.હરણ
ટ્રેન,૧૩.લેઝી
રિવર,૧૪.ભુલભુલૈયા,૧૫.ફલાઈંગ થિયેટર, ૧૬.મીરર મેઈઝ,૧૭.સેલ્ફી ઝોન.