નીલકંઠ સ્વામીની શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્રસ્વરૂપ લીધું
.
દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આમ હવે આ મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મણિધરબાપુએ શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીને લઈને કહ્યું હતું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
દ્વારકાધીશ પરની વિવાદાસ્પદ ટિપ્પણીથી આહીર સમાજમાં રોષ
દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહીર સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે, જેને લઈ પુણા ગામ ખાતે આહીર સમાજના આગેવાનો દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે આહીર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી, સાથે દ્વારકામાં આવી સ્વામી માફી માગે, નહીં તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
‘બાળકોના મોબાઇલ ઉપયોગ પર સરકાર SOP બનાવશે’
અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ હાલના સમયમાં વાલીઓ દ્વારા બાળકોને અભ્યાસ બાબતે કરાતા પ્રેશરને લઈ ચોંકાવનારું નિવેદન કર્યું છે. પાનશેરિયાએ કહ્યું હતું કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યાં છે. બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં, પણ એ સહકારી, વિવેકી અને વ્યસનમુક્ત બને એ જરૂરી છે. આ ઉપરાંત મારફાડવાળી વીડિયો ગેમની બાળકોના માનસ પર પડતી નેગેટિવ અસરને લઈ ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે બાળકો દ્વારા થતા મોબાઈલના અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સરકાર બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહી છે, એને લઈ SOP તૈયાર કરવામાં આવશે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
માનીતા કાર્યકરોને વિધાનસભા સત્રમાં લઈ જવાતાં વિવાદ
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્યો તેમના વોર્ડ અને વિધાનસભાના કાર્યકર્તાઓને સત્રની કામગીરી જોવા લઈને આવે છે. ખાસ કરીને તાજેતરમાં વિધાનસભામાં કલાકારોને બોલાવવા મુદ્દે વિવાદ ઊભો થયો હતો, ત્યારે હવે ભાજપના માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્ર જોવા માટે બોલાવવામાં આવતા હોવાને લઈને સોશિયલ મીડિયામાં બળાપો સામે આવ્યો છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની અને સૈજપુર વોર્ડના કાર્યકર્તાઓને વિધાનસભા સત્ર દરમિયાન લઈ જવામાં આવતા ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરીને મહિલા અને અન્ય કાર્યકર્તાઓએ બળાપો કાઢ્યો હતો.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
સરકાર સામે પડેલા 2100ને નોકરીમાંથી હાંકી કઢાયા
ગાંધીનગરમાં આરોગ્યકર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત્ રહી છે. સરકારે કડક વલણ અપનાવતાં આઠ જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે. વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. જેના સમર્થનમાં NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરી રોડ-રસ્તા બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા NSUIના કાર્યકરોને રોકીને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
પરિવારે સામૂહિક આપઘાત કર્યો
વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. ઉમરગામના સોળસુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
15 મિનિટમાં 1.20 લાખનાં બે પટોળાં લઈ મહિલા ફરાર
અમદાવાદમાં મોંઘાદાટ પાટણનાં પટોળાંની ચોરી થયાની ઘટના સામે આવી છે. સોલામાં એક કપડાંની શોપના ઓપનિંગ સમયે મહેમાનોની ભીડ વચ્ચે ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા 15 મિનિટમાં 90 હજારનું પાટણનું અને 30 હજારનું રાજકોટનું પટોળું ચોરી ફરાર થઈ ગઈ હતી. આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થવા પામી છે. આ મામલે દુકાનમાલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
યુવકને વૃક્ષ સાથે બાંધી પટ્ટાથી માર માર્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને રાતના સમયે ઝાડ પાસે ઊભો રાખીને કેટલીક મહિલા અને શખસોએ ભેગાં મળીને પટ્ટા વડે માર મારવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં દેખાતો યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. યુવક મહિલાઓની ઝૂંપડી પાસે ઊભો હતો, જેને લઈને મહિલા અને તેનાં સ્વજનોએ ભેગાં મળીને યુવકને માર માર્યો હતો. સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પણ બનાવ બન્યો ત્યારે હાજર હતો, જેમણે યુવકને છોડાવ્યો નહોતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. માનસિક અસ્થિર યુવક કે મહિલા કોઈએ આ મામલે ફરિયાદ નોંધાવી નથી.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી
ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ઠંડા પવનનો ગુજરાત તરફ આવતાં ગરમીમાં થોડી રાહત મળી છે. આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી બાજુ ધોમધખતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરી છે.