ગોધરા શહેર ખાતે વિવિધ જગ્યાઓ પર શેરી ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગોધરા શહેરના ચંદનબાગ પાર્ટી પ્લોટના હોલમાં માતાજીના ગરબા સ્થાપન કરીને નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરા શહેરના ચંદન બાગ ખાતે મા ગરબા મહોત્સવ 2024નો ભવ્ય આયોજન ગ
.
આ વર્ષે વરસાદની આગાહી હોવાથી ગોધરા શહેરમાં કોઈપણ જગ્યાએ પાર્ટી પ્લોટ અથવા મોટા ગરબાનું આયોજન રાખવામાં આવ્યું ન હતું. જેથી કરીને નવરાત્રિના એક અઠવાડિયા પહેલાં જ કેટલાક ગોધરાના યુવાન દ્વારા ગરબાનું આયોજન માથે લઈને અને ગોધરાના લોકોને ગરબા રમવા માટે એક સારી જગ્યા સારું માહોલ પૂરું પડી રહે તે માટે ખાસ પ્રકારના ગરબાનું આયોજન કર્યું છે.
જેમાં શરૂઆતના ત્રણ દિવસોમાં ભારે વરસાદ આગાહી હોવાથી ગોધરાના યુવાનો દ્વારા ચંદન બાગ પાર્ટી પ્લોટના હોલમાં જ માતાજીની સ્થાપના કરીને નાના પાયે ગરબાથી શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે ચોથા દિવસથી વરસાદની શક્યતા નહિવત્ રહેવાથી ગોધરાના ચંદનબાગ ખાતેગોધરાની જાહેર જનતા માટે ગરબાનું આયોજન રાજુભાઈ કટારીયા અજય જીતુ ભગત તથા સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી કરી હતી. ત્યારે ગઈકાલે આઠમાં નોરતે ગોધરાના ચંદનબાગ ખાતે ગોધરાના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.