રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓ ગમે ત્યાં છુપાયા હોય તેમને પકડી લેવા સતત પ્રયત્નશીલ છે ત્યારે શહેર A ડિવિઝન પોલીસ વિસ્તારમાં વર્ષ 2017માં સદર બજાર નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ચોરીના ઇરાદે ઘૂસેલા 4 તસ્કરોએ સિક્યોરિ
.
ફરાર આરોપીઓને પકડવા એક મહિનો ડ્રાઈવ રાખવા જણાવ્યું રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને નાસતા ફરતા અને પેરોલ મેળવી જેલમાં હાજર થવાને બદલે ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા એક મહિના માટે ડ્રાઇવ રાખવા જણાવ્યું હતું. એવામાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ), મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) દ્વારા રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
વેશપલટો કરી સતત 2 દિવસથી આરોપીની વોચમાં રહી આ સૂચનાને ધ્યાને લઈ પીઆઇ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના એએસઆઈ અમૃતભાઈ મકવાણા, ઝહીરભાઈ, દોલતસિંહ, યોગભા, શાંતુબેન મૂળિયા, રાજદિપસિંહ ચૌહાણ,કુલદિપસિંહ જાડેજા અને રોહિતભાઈ કછોટ સહિતનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા.તે દરમ્યાન અમારી ટીમને મળેલી બાતમી મળતા દિપ યુસુફભાઈ ઉર્ફે બટુકભાઈ ખીરાણી (ઉ.વ.-25 રહે.સ્પેક્ટ્રમ કોમ્પ્લેક્ષ રૂમ નં-01/01 સદર બઝાર ભીલવાસ ચોક ઈગલ પેટ્રોલ પમ્પ સામે રાજકોટ. હાલ રહે, રવેચી હોટલ કોચરીયા રામનગર, તાલુકો બાવળા, જીલ્લો અમદાવાદ)નામના પાકા કામના આજીવન કેદની સજા પામેલા ફરાર કેદીને બાવળા તાલુકાના રામનગર પાસેથી ઝડપી લઇ અને તેમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી દેવામાં આવ્યો હતો. આ મામલે પીએસઆઈ જે.જી. તેરૈયાએ જણાવ્યું હતું કે, આરોપી બહુ જ શાતીર હોય પોલીસ પકડવા આવી હોવાનો ખ્યાલ આવી જતા પોતે શહેર બદલી નાખતો હતો. અમારી ટીમે તેમનું લોકેશન મેળવી વેશપલટો કરી સતત 2 દિવસથી આરોપીની વોચમાં રહી હતી અને મોકો મળતા જ તેમને પકડી લીધો હતો.