વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા મધુબન જૂથ ગ્રામ પંચાયતમાં આવતા રાયમલ ગામના આલય ટેકરી ઉપર 8મી ડિસેમ્બરના રોજ અજાણ્યા ઇસમની લાશ સ્થાનિકોને જોવા મળી હતી. ડુંગર વિસ્તારમાં ફાસો ખાધેલી હાલતમાં ડીકમ્પોઝ થયેલી લાશનો નાનાપોંઢા પોલીસે કબ્જો મેળવી FSLની
.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન જૂથ ગ્રામપંચાયતની રાયમલ ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા એક ડુંગર ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના આગ્રણીઓ અને નાનાપોંઢા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. નાનાપોંઢા પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. FSLની ટીમની મદદ લઈને અજાણ્યા ઇસમની ડિકમ્પોઝ થયેલી હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. લાશ પાસે આવેલા ઝાડ ઉપર ફાસો ખાધેલાનું દોરડું મળ્યું હતું. લાશના ગળામાં દોરડાનો ભાગ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ અઠવાડિયાની અંદર અજાણ્યા યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
નાનાપોંઢા પોલીસની ટીમે FSLની મદદ લઈને લાશનું PM કરવાની આને અજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. નાનાપોંઢા પોલીસની ટીમે વલસાડ LCB અને SOGની ટીમની મદદ લઈને ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં 500 મીટરની ત્રિજ્યમાં ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. નાનાપોંઢા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના 90 અને જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારના 155 જેટલા મિસિંગ લોકોના ઘરે જઈને સ્કેચ બતાવી લાશની.ઓળખ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક.અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની GIDCમાં આવેલી તમામ કંપનીઓ અને કેટરર્સ સંચાલકોને બ્લ્યુ રાઉન્ડ કેપ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
યુવકની લાશ પાસે મળેલી થેલીના દુકાન સંચાલકને મૃતકનો ફોટો બતાવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દિવાળીના સમયે દુકાનદારે પરપાલ કલરની થેલી ઉપયોગમાં લીધી હતી. હાલ ગ્રીન કલરની થેલી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને નાસિક વિસ્તારમાં આવેલી તમામ ચાલીઓમાં છેલ્લા 1 માસથી કોઈ મિસિંગ હોય અથવાતો રૂમ ભાડે રાખી હોય અને રહેતો ન હોય તેવી ચાલી માલિકો પાસે જઈને ચેકીંગ કરવામાં આવ્યું હતું. હજુ સુધી કોઈ ઓળખ થઈ ન હતી. છેલ્લા 1 માસમાં મોબાઈલ ટાવરના નંબર બેલાવીને મોબાઈલ નંબર ધારકો પૈકી બંધ થયેલા નંબર અંગેની માહિતી મેળવી તેના ડોક્યુમેન્ટ અને લાશનો ફોટો મેચ કરવામાં આવી રહ્યો છે.