ગાંધીધામમાં 2 ડિસેમ્બરે સવારે નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી રૂ.25.25 લાખ પડાવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના 13માંથી 12 આરોપીની અટકાયત કરી લીધી હતી, એક ફરાર છે. પોલીસે મુદ્દામાલ રિક્વર કર્યો છે. પૂર
.
આ બાબતે આજે પોલીસ તપાસમાં નામ ખુલ્યું હોવાની વાતને લઈ ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા સહિતના આપના નેતાઓ સમર્થકો સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથક અંદર ધરણા પર બેસી ન્યાયિક જવાબની માગ કરી રહ્યા છે. જોકે, આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસે મૌન ધારણ કરી લીધું છે. દરમિયાન સામેથી હાજર થવા પહોંચેલા
સંઘવીએ એક્સ પોસ્ટ (ટ્વિવટ) કરી દાવો કર્યો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટલીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજથી દસ દિવસ પહેલા કચ્છમાં જે નકલી ઇડીની ટીમ પકડાઈ, તેમાં પોલીસે તેની રૂટિન તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરંતુ ઘટનાના દસ દિવસ બાદ આ કેસના આરોપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપનો કાર્યકર હોવાનો દાવો કરતું એક્સ પોસ્ટ (ટ્વિવટ) કર્યું હતું.
SP પર HMના ઈશારે નિવેદનનો આરોપ વધુમાં ઇટાલીયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ત્યારબાદ ગૃહમંત્રીના ઈશારે પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા અંગત વીડિયો મુલાકાતમાં નિવેદન આપી આરોપીએ ચોરીના પૈસા આપને આપ્યા હતા, મને આપ્યા હતા. આ માટે મારી અને આપના નેતાની પૂછપરછ થશે. આ વાત માત્ર આપની છબી ખરડાય અને પાર્ટીને નુકસાન થાય તે માટે જ કરવામાં આવી છે. આ તમામ આક્ષેપ ખોટા છે. હું કોઈ ગુનો કરતો નથી અને કરવાનો પણ નથી, તેથી સામે ચાલીને પોલીસ સ્ટેશને મારું નિવેદન આપવા આવ્યો છું.
આપના અગ્રણી નેતા ગોપાલ ઇટાલીયા સાથે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, પ્રદેશ ટીમ અને પૂર્વ પશ્ચિમ કચ્છના તમામ હોદ્દેદારો ગાંધીધામ એ ડિવિઝનમાં પહોંચ્યા છે અને આ મામલે પોલીસનો ખુલાસો પૂછી રહ્યા છે.
SPનો ફોન પર નો-રિપ્લાય આ મામલે પોલીસની પ્રતિક્રિયા જાણવા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારનો ફોન કોલ બે વખત નો રિપ્લાય થયો હતો. જ્યારે ગાંધીધામ એ ડિવિઝન પીઆઇ એમડી ચૌધરીનો ફોન નો-રિપ્લાય થયા બાદ સતત કટ થતો રહ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે જાણે મૌન ધારણ કરી લેતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. અલબત્ત આપના સંજય બાપટે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીએ ચેમ્બરથી બહાર આવી અમે તમને બોલાવ્યા નથી, બોલાવીએ ત્યારે આવજો એટલું કહી પરત તેમની ચેમ્બરમાં જતા રહ્યા છે.