ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં દીપોત્સવના દિવસોમાં એક સપ્તાહ સુધી હરાજીની પ્રક્રિયા બંધ રહ્યા બાદ લાભ પાંચમના શુભ દિવસથી યાર્ડમાં વિવિધ પેદાશોની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાની આગેવાની હેઠળ ય
.
બુધવારે નવા વર્ષે ખુલતી બજારે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશ સાથે હરાજીમાં જોડાયા હતા. આ હરાજી પ્રક્રિયામાં સૌથી વધુ 942 ક્વિન્ટલ મગફળીની હરાજી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રૂ. 1,170 તેમજ નીચામાં રૂ. 900ના ભાવ બોલાયા હતા. આ સાથે ઘઉં, બાજરો, જુવાર, ચણા, જીરૂ સહિતની વિવિધ ખેત જણસીની આવક સાથે હરાજીની પ્રક્રિયા કરાઈ હતી. લાભ પાંચમના શુભ દિવસથી અહીંનું માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે. અને મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.