રાજકોટમાં કુલ 2 આરોપીની 6 ઓરડી ઉપર બુલડોઝર : કૂખ્યાત માજીદે ભાડે આપેલી એક અને બીજા આરોપીએ ભાડે આપેલી 5 ઓરડી ઉપર બુલડોઝર ફરી વળ્યું
રાજકોટ, : રાજકોટના જંગલેશ્વર શેરી નં. 6માં આવેલા નામચીન રમા અને તેના પતિ જાવીદના બે માળના મકાન ઉપર ગઈકાલે પોલીસે બુલડોઝર ફેરવી દીધા બાદ આજે જામનગર રોડ પરના સ્લમ કવાર્ટરમાં આવેલી રીઢા ગુનેગાર માજીદ રફીક ભાણુંની ગેરકાયદે ઓરડી અને બીજા આરોપીની પાંચ ઓરડી ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. દોઢેક માસ પહેલાં માજીદ અને તેની ટોળકીએ પ્ર.નગર પોલીસના બે પોલીસમેન ઉપર હુમલો કરી ભગાડી મુકયા હતા. એટલું જ નહીં તેમના સરકારી બાઈકમાં તોડફોડ કરી પોલીસની આબરૂના લીરા ઉડાડયા હતા. આ ગુનામાં લાંબા સમય સુધી માજીદ ફરાર રહ્યો હતો. આખરે તેને એસઓજીએ ઝડપી લીધો હતો.
જામનગર રોડ પરના સ્લમ કવાર્ટર નજીક માજીદની ગેરકાયદે ઓરડી હોવાની માહિતી મળતાં ડીસીપી સહિતના અધિકારીઓ ઉપરાંત પ્ર.નગર પોલીસનો સ્ટાફ ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્લમ કવાર્ટર પાસે લાખાબાપાની વાડી પાસે વોંકળાના કાંઠે પહોંચ્યો હતો. જયાં આવેલી અને માજીદે ભાડે આપેલી ઓરડી ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સ્લમ કવાર્ટર પાસે કમિટી ચોકથી આગળ વોંકળાના કાંઠે હાલ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં અપહરણ અને હવાલાના કેસમાં વોન્ટેડ ઈશોભા દલ નામના આરોપીએ ગેરકાયદે રીતે પાંચેક ઓરડી ભાડે આપ્યાની માહિતી મળતાં આ તમામ ઓરડી પણ તોડી પાડવામાં આવી છે. આજે બપોરે પોલીસ સ્ટાફ, મનપા ઉપરાંત પીજીવીસીએલના સ્ટાફ સાથે ધસી ગયો હતો અને માજીદ ઉપરાંત ઈશોભાએ ભાડે આપેલી કુલ 6 ઓરડીઓ તોડી પાડી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ જણાવ્યું કે આગામી દિવસોમાં વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા આરોપીઓ જામીન પર છૂટયા બાદ ફરીથી ગુના કરે તો તેમના જામીન કેન્સલ કરાવવા પોલીસ કાર્યવાહી કરશે. વધુમાં વધુ આરોપીઓ સામે પાસા, તડીપારી સહિતના અટકાયતી પગલાં લેવાશે. જે પણ આરોપીઓએ ગેરકાયદે બાંધકામ કે સરકારી જમીનમાં દબાણ કર્યું હશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે. જરૂર પડે તો ગુના પણ દાખલ કરાશે. ઝોન-2ના ડીસીપી જગદિશ બાંગરવાએ જણાવ્યું કે પોલીસે 756 આરોપીઓની યાદી તૈયાર કરી છે. તેમાંથી જેટલા આરોપીઓએ પોતાના મકાનમાં ગેરકાયદે વીજ જોડાણ લીધા છે તે કાપવાની પીજીવીસીએલની મદદથી કાર્યવાહી કરાશે. આ ઉપરાંત આવા આરોપીઓના ગેરકાયદે દબાણો અંગે પણ મનપા અને કલેકટર તંત્રની સાથે મળ કાર્યવાહીકરાશે. ખાસ કરીને શરીર સંબંધી અને સમાજમાં ભય ફેલાય તેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી સાથે તેમને આર્થિક રીતે તોડી પાડવામાં આવશે. આરોપી માજીદ ગુજસીટોકમાં પકડાઈ ચુકયો છે અને તેના વિરૂધ્ધ દસેક ગુના દાખલ થયા છે. મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં શહેરમાં વધુ કેટલાક કૂખ્યાત આરોપીઓના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળશે. પોલીસ આવા આરોપીઓની હાલ યાદી તૈયાર કરી રહી છે. પોલીસની ધોંસને પગલે કેટલાક રીઢા ગુનેગારો હાલ