સુરતમાં આપઘાતના કેસોમાં થતો વધારો થઈ રહ્યો છે ત્યારે એક હચમચાવી નાખે તેવો વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફ
.
આધેડ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગરના લીમડાના વતની અને અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ હાઇટ્સમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા સહિત છ સંતાન છે. પ્રાગજીભાઈ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. મોટો પુત્ર રત્નકલાકાર તરીકે કામ કરે છે. જ્યારે નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ ફિક્સ મશીન ચલાવતો હતો.
દીકરો લાખો રુપિયાનું દેવું કરીને ક્યાંક ચાલ્યો ગયો ગતરોજ 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઇ વસોયા ઘર નજીકમાં ખુલ્લા પ્લેટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા. જેથી, તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. નાનો પુત્ર રવિ હોટ ફિક્સ મશીન ચલાવતો હતો. જોકે, રવિએ લાખો રૂપિયાનું દેવુ કર્યુ છે અને તે ક્યાંક ચાલ્યો ગયો છે. જોકે, લેણદારો અને તેના ભાગીદારો પ્રગાજીભાઈને હેરાન કરીને ધમકી આપતા હતા. જેથી, ટેન્શનમાં આવીને તેમણે આ પગલુભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
પિતાએ લખેલી સુસાઈડ નોટ શબ્દસ: પ્રાગજીભાઇએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રવિ વયો ગયો, ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી, શું કર્યુ શું નહીં, આશિષને કોઈ હેરાન કરતા નહી, મારી છોકરીઓને ખાવા-રહેવાનું એ પૂરુ પાડશે અને કોઈ જાતની ખબર પણ નથી. એમા માંથુ પણ મારતો નથી અને ખાતુ કરેલુ ત્યારે તેને પુછતો, ત્યારે તે કહેતો કે બધુ બરાબર છે. જરૂર પડે ત્યારે પૈસા આપતો, ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા એમને ખબર હતી. હવે એ વયો ગયો છે પૈસા માથે કરીને, ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે. ધમકી આપે છે કે, તમને મારી નાખી, સુરતમાં નહીં રહેવા દઉં, હું કોણ છું, સૃષ્ટિમાં મારું નામ છે. પૈસા માટે સાંજ સુધીમાં જોઈએ, મારી પાસે કઈ નથી, હું શું કરું, હું દવા પીવ છું મને મારવા દેજો. મારી બૈરી ને છોકરીયું અને આશિષ નિર્દોષ છે તેને જીવવા દેજો. નકર મારી ફુલ જેવી દીકરીયુંને કોણ મોટી કરશે. મારી પાસે ખાવા કંઇ નથી, ક્યાંથી લાવું પૈસા, બસ હું દવા પી જાવ છું. જય માતાજી, પ્રાગજીભાઈ.

પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો આ સાથે હું મરી જાઉ ત્યારે મારી ચારે છોકરી મારી હાટડીને હાથ દે અને તેને સાચવજો. એવો ઉલ્લેખ કર્યો હતો. જયારે પ્રાગજીભાઇ નિવૃત જીવન ગાળતા હતા. ત્યારે પુત્રના દેવાના કારણે પિતાને મરવાનો વારો આવતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ તો આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.