મહેસાણા બહુમાળી ભવનમાં ટ્રેઝરીના બ્લોક 5 અને શિક્ષણના બ્લોક નં.4 વચ્ચે ભોંયતળિયામાં વાહન પાર્કિંગ અને લોકોની અવરજવર પાસે ખુલ્લી કુંડી કચરાની ચિક્કાર ભરાયેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી કચરાનો નિકાલ નહીં થતાં બહુમાળી ભવન માટે જાણે કચરા નિકાલની ડમ્પિંગ સા
.
બહુમાળી ભવનમાં ક્યાંક નાસ્તા પાણી અને ભોજન પછીની ડિસ્પોઝેબલ ડીશો આ બે બ્લોક વચ્ચેની જગ્યામાં ઠલવાઇ છે. કાર્બન પેપર વેસ્ટ પણ નાસ્તા પાઉચનો આડેધડ નિકાલ થયો છે. અહીંથી પસાર થતાં દુર્ગંધ મારે છે અને હવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આમ છતાં, કચરો ઉપાડી યોગ્ય જગ્યાએ નિકાલ કરાતો નથી. ચોકિયાતને પૂછતાં જણાવ્યું કે, અઠવાડિયામાં એક વખત ટ્રેક્ટર કચરો લેવા આવે છે. બધો એકઠો થાય પછી લઇ જાય છે. રોજે રોજ ખુલ્લી કુંડીમાં એકઠો થતો કચરો ઉઠાવી નહીં લેવાતાં નર્કાગાર જેવી હાલત સર્જાઇ છે. અરજદારોની અવરજવર ધરાવતા બહુમાળી ભવનના આ બ્લોક વચ્ચે ડમ્પિંગ પોઇન્ટ બનેલી કુંડીની નિયમિત સફાઇ કરાવાય તેવી માંગ ઉઠી છે.