ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ માર્કેટિંગ સીઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે.
.
મહીસાગર જિલ્લાના એસડીએમ વિરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, ખેડૂતોએ 30 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સરકારે વિવિધ પાકો માટે લઘુતમ ટેકાના ભાવ નક્કી કર્યા છે.

સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ આ મુજબ છે:
– મકાઈ: રૂ. 2,225 પ્રતি ક્વિન્ટલ
– બાજરી: રૂ. 2,625 પ્રતિ ક્વિન્ટલ
– જુવાર (હાઈબ્રીડ): રૂ. 3,371 પ્રતિ ક્વિન્ટલ
– જુવાર (માલદંડી): રૂ. 3,421 પ્રતિ ક્વિન્ટલ
– રાગી: રૂ. 4,290 પ્રતિ ક્વિન્ટલ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળી રહે તે છે. ખેડૂતો પોતાનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચવા ઇચ્છતા હોય તો તેમણે નિયત સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.