જામનગરમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો 5 ડિગ્રી જેટલો ઉંચો આવ્યો છે, પણ તેમ છતાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી લોકો શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. ઠંડા પવનના કારણે લોકો રાત્રે તેમજ વહેલી સવાર
.
જામનગરમાં તાપમાનનો પારો એકાએક 5 ડિગ્રી ઊંચો આવ્યો છે. 16 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72% રહ્યું છે અને પવનની ગતિ 6.5 કિમી રહી છે. જેને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અને લોકોને ગુલાબી ઠંડીથી રાહત મળી છે અને ઠંડુનું જોર પણ ઘટ્યું છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડા પવનના સુસ્વાટા સાથે ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે જેને લઈને વહેલી સવારે શહેરમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયો છે અને શહેરમાં ઠંડી ધીમી પડતા ની સાથે જ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.