અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે ઘાટલોડિયામાં રહેતી એક મહિલાએ આરોપી વિરમસિંહ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, આરોપીએ પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સચિવાલયમાં નોકરી કરતો હોવાની ખોટી વાત કરીને સોલા ખાતે નિર્માણ પામી રહેલ
.
આરોપીઓ પાસેથી રકમ રિકવર કરવાની બાકી પોલીસે મુખ્ય આરોપીને પકડ્યા બાદ તેના બે સાગરીતોને પણ ઝડપી પાડયા હતા. આરોપી વિરલ સોની અને રવિ સોલંકીને ઝડપીને પોલીસે દસ દિવસના રિમાન્ડની માગ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ તરફથી સરકારી વકીલ એમ.એસ.શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ કોની મદદથી ખોટા સરકારી કાગળિયા બનાવ્યા છે?, આરોપીઓ પાસેથી ભોગ બનનારાઓ આપેલી રકમ મેળવવાની બાકી છે. જે મશીનો ખોટા સરકારી કાગળિયા તૈયાર કરવામાં વાપરયા હતા તેને જપ્ત કરવાના છે.
આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર બંને આરોપીઓએ વિરમસિંહને જુદા જુદા 78 લોકોનો ભેટો કરાવ્યો હતો. જેના કમિશન પેટે બંને આરોપીઓએ કુલ 33 લાખ રૂપિયા મેળવ્યા હતા. જેનું લિસ્ટ આરોપીઓ પાછો હોવા છતાં તેઓ પોલીસને આપતા નથી. આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવાની છે. ત્યારે ગ્રામ્ય કોર્ટે સરકારી વકીલની રજૂઆતના આધારે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.