શિવરાત્રીના મેળામાં 150થી વધુ ઉતારા મંડળ હાલ મેળામાં આવતા ભાવિકોને ભજન,ભોજન અને ભક્તિ પીરસી રહ્યા છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને ભાવથી જમાડતા અને ભજન અને ભક્તિની આધ્યાત્મિક અનુભૂતિ કરાવતા ઉગમફોજનું સેવા કાર્ય લાખો ભાવ
.
ગોંડલ તાલુકાના બાંદ્રા ઉગમધામનાં મહંત ગોરધન બાપાએ જણાવ્યું હતું કે, ઉગારામ દાદાએ પોતે નથી કહ્યું કે તેમને ઉગા બાપા કહેજો સતદેવ કહેજો કે ફોજ કહેજો પરંતુ લોકોએ ઉગારામ દાદાની ફોજ તરીકે ઓળખાવી છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મમાં ત્રણ ફોજ હોવાનું માનવામાં આવે છે જેમાં એક કબીર ફોજ જેમાં ભાણબાપા અને તેની ફોજમાં ઉગારામ દાદા થઈ ગયા છે. ઉગમ દાદાના ગુરુ હીરસાગર બાપા, તેના ગુરુ કર્મશીબાપા તેના ગુરુ આણંદ રામ ,મોરાર સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, સ્વામી રઘુરામ નીલકંઠ ,પદ્મનાથ ,કબીર રામાનંદ અને રામાનંદના રામાનંદાચાર્ય આ ગુરુ પરમ પરંપરા ચાલી આવે છે. આમ ઉગમ ફોજ ગુરુ પરંપરાથી ઓળખાતી આવી છે. ઉગારામ દાદાનો સત્સંગ મંડળ જેમાં આધ્યાત્મિક જ્ઞાન શિક્ષણ આપવું, કુરિવાજોથી દૂર રહેવું, લોકોમાં ભાઈચારાની ભાવના અને સમરસતા અને ભારત રાષ્ટ્રને મજબૂત કરવાની પ્રેરણા સાથે હર હંમેશ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરી રહ્યો છે.

જીવમાંથી શિવ તરફ લઈ જતો દેશભરમાં જગવિખ્યાત થયેલો શિવરાત્રીનો મેળો જૂનાગઢમાં ઉજવાય છે જેમાં દેશ વિદેશથી ભાવિકો અને સાધુ સંતો આવે છે. આ શિવરાત્રીના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. શિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં ભાવિકો ભાવથી આવે છે. શિવરાત્રી મેળાના ત્રિવેણી સંગમમાં કાયમી માટે સેવા સત્સંગ અને સમરણ જ્ઞાન જ્ઞાન અને આધીનતા અને સેવા કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉગારામ દાદાએ માનવ પરમો ધર્મ અને સેવા કાર્યના હેતુથી પોતાની લોકજાગૃતિ અને વ્યસન કુરિવાજોથી દૂર રહેવા હર હંમેશ જાગૃતિ આપી છે. જેના કારણે ઉગમ દાદા ના અનુયાયીઓ ઉગમ ફોજ તરીકે ઓળખાય છે..

શિવરાત્રીના મેળામાં ઉગમ દાદા સત્સંગ મંડળ દ્વારા ભક્તિ અને સેવાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલમાં શિવરાત્રીના મેળા દરમિયાન સતત ભજન કીર્તન શરૂ હોય છે. અહીં મેળામાં આવતા ભાવિકો માટે શુદ્ધ અને સાત્વિક રીતે બનાવાયેલી ભોજન પ્રસાદી લાખો ભાવિકોને પીરસવામાં આવે છે. મેળામાં આવતા ભાવિકો પર્યાવરણને ખલેલ ન પહોંચાડે અને વાતાવરણને નુકસાન ન થાય તેવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધ અને પ્રદૂષણ અટકાવવા સ્વચ્છતા રહે લોકજાગૃતિના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ઉગમફોજ દ્વારા સમૂહ લગ્ન બ્લડ કે શિક્ષણને વેગ મળે તેવા કાર્યો, કુરિવાજો નાબૂદ થાય તેવા લોક જાગૃતિ અભિયાન દર વર્ષે કરવામાં આવે છે. દર મહિનાની પુનમે બાંદ્રા ખાતે બટુક ભોજન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યો છે. ભારત ભરમાં ઉગમ દાદાના અનુયાયો દ્વારા શિક્ષણને વેગ મળે તે માટે અલગ અલગ સંસ્થાઓ છેલ્લા ઘણા વર્ષોથી આ શરૂ કરવામાં આવી છે જ્યાં હાલમાં લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ઉગમ દાદાના આશીર્વાદ કાર્યથી પ્રેરિત થઈ દેશ વિદેશથી ભાવિકો અનુયાયો બાંદ્રા ખાતે ઉગમદાદાના દર્શને અને સત્સંગ મંડળનો લાભ લેવા પધારે છે.


