- Gujarati News
- Dvb original
- The Verdict Has Come After Five And A Half Years That Majid Killed His Girlfriend In Ahmedabad’s Shela
અમદાવાદ25 મિનિટ પેહલાલેખક: મૌલિક ઉપાધ્યાય
- કૉપી લિંક
તાજેતરમાં જ અમદાવાદની એક કોર્ટે પોણા પાંચ વર્ષ જૂના કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદમાં ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં રહીને કોલેજમાં ભણતી એક યુવતી વર્ષ 2018માં અચાનક જ ગુમ થઈ ગઈ હતી. કેટલાક દિવસ બાદ યુવતીની લાશ કોહવાયેલી હાલતમાં મળી હતી. પોલીસે થોડાક જ સમયમાં આ કેસને ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં હવે આજીવન કેદની સજા પામનાર મજીદખાન પઠાણે હત્યા સંદર્ભે જે કબૂલાત કરી એ ખરેખરમાં સ્તબ્ધ કરી દે એવી છે.
9 ઓગસ્ટ, 2018
ગુરુવાર
રાતના 8 વાગ્યાની આસપાસનો સમય હતો. અમદાવાદ પાસે આવેલા બાવળાની નજીકમાં રહેતા મયૂરભાઈના (નામ બદલેલ છે) મોબાઇલ પર રિંગ વાગી હતી. ફોન ઉપાડ્યો તો સામે એક મહિલા વાત કરી રહી હતી. મહિલાએ કહ્યું, હું અમદાવાદના સોલા ભાગવત ખાતે આવેલ ઉમિયા કેમ્પસની ગર્લ્સ હોસ્ટેલની ગૃહમાતા બોલું છું. તમારી દીકરી પ્રિયા (નામ બદલેલ છે) સવારના સાડા અગિયાર વાગ્યાથી દવાખાને જવાનું કહીને ગઈ છે. પરંતુ હજુ સુધી હોસ્ટેલમાં પરત આવી નથી.
હોસ્ટેલ, હોસ્પિટલ્સમાં દીકરીને શોધવા દોડાદોડ કરી પિતા પર