સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે સુરતના આર્થિક વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ મોટી સંખ્યામાં રોજગારી આપે છે અને તેના કારણે સુરતની જે ઔદ્યોગિક સ્ટ્રેન્થ છે તે સતત વધી રહી છે. સુરતમાં ડાંઈગ અને પ્રોસેસિંગ હાઉસને કારણે વિશ્વભરમાંથી જેટ
.
લગ્નસરાની માંગને પહોંચી વળવા વેપારીઓ સજ્જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે પ્રકારનું પ્રોડક્શન થાય છે તેના થકી સમગ્ર દેશના રાજ્યોમાં વાર તહેવારે કાપડની ઉભી થતી જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારનો ટ્રેન્ડ હોય છે તે પ્રકારના કાપડનું મેન્યુફેક્ચરિંગ સુરતમાં થાય છે અને તેના કારણે સાડી, ડ્રેસ, મટીરીયલ અને ગારમેન્ટમાં નવા પ્રોડક્શન માટેનું રો મટીરીયલ થી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની તમામ વ્યવસ્થા સુરતમાં થઈ જાય છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આગામી જુલાઈમાં સુધીની લગ્નસરાની સિઝનમાં તમામ પ્રકારની ડિમાન્ડ ને પૂરી કરવા માટે સજ્જ થઈ ગયું છે.
વનપીસ લહેંગા અને એથનિક વિયરસની માંગ બદલાતા ફેશનના ટ્રેન્ડ સાથે ડિમાન્ડ પણ બદલાતી રહે છે દર વર્ષે કોઈક યુનિક આપણને માંગ ટેસ્ટર ઉદ્યોગમાં જોવા મળતી હોય છે તે જ પ્રકારે ફેશનમાં જે ટ્રેન્ડ ચાલતો હોય છે તે મુજબ જ ગ્રાહકોની માંગ આવે છે અને સુરતના પ્રોડક્શન પણ તે મુજબ તૈયાર કરે છે હાલ અત્યારે સૌથી વધુ વન પીસ લહેંગા અને એથનીક વિયરસ ની ડીમાંડ જોવા મળી રહી છે. 1000થી લઈને એક લાખ રૂપિયા સુધીના લેંઘા બજારમાં ઉપલબ્ધ છે. ફેશન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવતા લહેંગાની પણ ખૂબ ડિમાંડ રહેતી હોય છે પરંતુ તે અલગ અલગ ડ્રેસ મટીરીયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતો હોય છે. જેની કિંમત લાખો સુધી હોય છે.
મંડપ માટેના કાપડની પણ મોટા પ્રમાણમાં માગ સુરતમાં લગ્નસરામાં પહેરાતા કપડાની તો માંગ હોય જ છે. સાથોસાથ ડેકોરેશન માટેના જે મંડપ હોય છે તેના કાપડની પણ સુરતની અંદર ખૂબ ડિમાન્ડ જોવા મળે છે. લગ્ન મંડપમાં વપરાતા કલરફુલ કાપડની ડિમાન્ડ પણ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પૂર્ણ કરે છે. દર વર્ષે સરખામણી આ વર્ષે લગ્નમંડપના કાપડની પણ ડિમાન્ડ નવેમ્બર મહિનાથી જ શરૂ થઈ ગઈ છે જે માર્ચ મહિના સુધી જોવા મળશે. આજકાલ મંડપ ડેકોરેશનના કાપડ ની ખૂબ ડિમાન્ડ વધી રહી છે કારણ કે લગ્ન કરનાર વ્યક્તિઓ પોતાના મંડપમાં કંઈક અનોખું ડેકોરેટિવ ઉભું કરવાની માંગ કરતા હોય છે જેના કારણે દિવસે મંડપના કાપડની વેરાયટીઓ પણ જોવા મળી રહી છે.
50000 કરોડનો વેપાર થવાનો અંદાજ સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું કે છેલ્લા પાંચેક વર્ષની સરખામણી આ વર્ષે દિવાળી સમયે ખૂબ સારો વેપાર થયો છે ત્યારબાદ અત્યારે પણ જે પ્રકારના ડિમાન્ડ ની આશા હતી તે મુજબ દેશભરમાંથી માંગ ઉભી થઈ છે. લગ્નસરા માટેના કાપડ તૈયાર કરવામાં સુરત સૌથી મોખરે છે ત્યારે મારા અંદાજ મુજબ લગ્નસરામાં અંદાજે 50000 કરોડ કરતાં પણ વધારેનો જુલાઈ મહિના સુધીનો વેપાર થાય તેવી પૂર્ણ શક્યતા છે. સુરત થી ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કાપડ સપ્લાય થાય છે ત્યારે દક્ષિણ ભારતમાં આગામી દિશામાં પોંગલનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે તેની પણ તૈયારી સુરતના વેપારીઓએ શરૂ કરી દીધી છે જેને પરિણામે આજે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને તેનાથી સુરતમાં વેપારને લાયક સારો વાતાવરણ ઊભું થયું છે હું તો તમામ વેપારીઓને કહેવા માંગીશ કે આપણી પાસે અનેક તકો રહેલી છે.
કાપડ માર્કેટમાં પણ વંદે ભારત, તેજસ, શતાબ્દી દોડશે! સુરતમાં બનતી સાડીઓ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ વખણાય છે. સુરતની સાડીની પોતાની અલગ ઓળખ ઊભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી તરીકે પણ જાણીતું છે. સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશાં ચર્ચામાં રહે છે, પરંતુ તેના પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. રાજધાની, શતાબ્દી, દુરંતો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોનાં નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી છે.સંપૂર્ણ સમાચાર વાંચો