આવનાર સમયમાં પાણીનું બચત કરવી ખૂબ જ જરૂરી બની રહેશે.જેના માટે જમીન માં વોટર રિચાર્જ નું કામ ખૂબ જ અગત્યનું બની રહેશે જેને લઇને વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના વોર્ડ નંબર 1 થી 7 માં આવેલી 14 આંગણવાડીઓ ઉપર 26 લાખના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ કરવામાં
.
વ્યારા નગરપાલિકા દ્વારા નગરમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટ બનાવે છે જેથી આવનાર સમયમાં તેનો લાભ મળી શકે હાલ પાણીને બચાવવા માટે વિવિધ આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે વોટર હાર્વેસ્ટિંગ ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ બની રહ્યો છે.જુદા-જુદા સાધનો અને રીતો દ્વારા વરસાદી પાણી ને વહી જતું અટકાવી ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય તે માટે તેના સંગ્રહ માટેની એક પદ્ધતિ છે.આવા સંગ્રહ કરેલા પાણીનો જમીનમાં ઉતારી જમીનનું પાણીનું સ્તર વધારી શકાય છે. જે અંતર્ગત વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના વોર્ડ નંબર 1 થી 7 માં હાલ 14 જેટલી આંગણવાડીઓ બનાવવામાં આવી છે આ આંગણવાડીઓ ડિજિટલ તો બની રહી છે.તેની સાથે જ તેની ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ નો પ્રોજેક્ટ પણ મૂકવામાં આયોજન વ્યારા નગરપાલિકા દ્વારા કરવા માં આવ્યું છે. 14 આંગણવાડી ઉપર અંદાજિત 26 લાખના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મૂકવામાં આવશે.વ્યારા નગર માં આવેલ આંગણવાડીઓ અગાશી ઓ પર વરસાદી પાણી સંગ્રહ થાય જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના લઈને જમીનમાં સીધું ઉતારા છે જેને લઈને જમીન માં રહેલું ભૂગર્ભસ્તર ઉપર આવશે. બીજી તરફ બાળકોને પણ જળ સંયના પાઠ ભણવા મળશે.
વ્યારામાં 14 આંગણવાડીઓ પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે વર્ક ઓર્ડર અપાઈ દેવાયો છે.અંદાજિત 11 મહિના માં કામ પૂર્ણ કરશે. > રિતેશભાઈ ઉપાધ્યાય, પાલિકા પ્રમુખ