શ્રમજીવી વસાહતમાં નજીકમાં રહેતા યુવાને કૃત્ય આચર્યું હતું
છ મહિને ડિલીવરી થતા શીશુનું સારવાર દરમિયાન મૃત્યું : યુવાનને પોલીસે અંતે પકડી પાડયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં શ્રમજીવી વસાહતમાં રહેતી
કિશોરીને નજીકમાં જ કામ કરતા યુવાન દ્વારા પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી
દેવામાં આવી હતી. તેણીને પેટમાં દુઃખાવો ઉપાડતા તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનું
બહાર આવ્યું હતું.જેના પગલે પ્રેમજાળમાં ફસાવનાર યુવાન સામે ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો.તો બીજીબાજુ છ મહિનાનો ગર્ભ ધરાવતી કિશોરીને દુઃખાવો ઉપડતા તેણીને
સિવિલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેણીને પ્રિમેચ્યોર ડિલીવરી થઇ હતી જેમાં બાળક
જન્મ્યુ હતું. જો કે, સારવાર
દરમ્યાન શિશુનું મૃત્યું થયું હતું.
ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં શ્રમજીવી વસાહતમાં રહેતી
કિશોરીને નજીકના કામ કરતા યુવાન દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ઘટના
પ્રકાશમાં આવી હતી.જે અંગે અગાઉ સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો
હતો. આ ગુનાની વિગત એમ હતી કે,સે-૬ના
છાપરામાં પરિવાર સાથે રહેતી કિશોરીને નજીકમાં કામ કરતા અબ્દુલ નામના યુવક દ્વારા
પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી યુવાન તેની સાથે દુષ્કર્મ આચારતો
હતો પરિવાર વતનમાં ગયા બાદ ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ આ કિશોરી પરિવાર સાથે પરત ફરી
ત્યારે ગાંધીનગરમાંથી યુવાન દ્વારા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને
સુરેન્દ્રનગર ખાતે બહેનના ઘરે લઈ ગયો હતો. જ્યાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ પણ
શરૃ કરવામાં આવી હતી. બીજી બાજુ કિશોરી મળી આવી હતી અને તેણે પેટમાં દુઃખાવાની જાણ
તેના માતા પિતાને કરતા તબીબ પાસે લઈ જવામાં આવી હતી અને તેણી છ મહિનાથી ગર્ભવતી
હોવાનું બહાર આવતા તેમના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
તો તાજેતરમાં તેણીને પેટમાં દુઃખાવો ઉપડતા ગાંધીનગર
સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અહીં આ છ મહિનાનો ગર્ભ ધરાવતી ૧૪ વર્ષની કિશોરીને
પ્રિ મેચ્યોર ડિલીવરી થઇ હતી અને તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જો કે, બાળક ગર્ભમાં હજુ
મેચ્યોર થયું ન હતું અને ડિલીવરી થઇ જતા શિશુને સારવાર આપવી પડી હતી પરંતુ સારવાર દરમ્યાન આ શિશુનું મૃત્યું થયું
હતું. તો બીજીબાજુ પોલીસે અબ્દુલ નામના
યુવાનને પકડી પાડયો છે.