Updated: Dec 13th, 2023
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતું દંપતી ચોખંડી ખાતે રિપેરિંગમાં નાખેલું મોપેડ લેવા જવા માટે વાઘોડિયા રોડ પરથી રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન અગાઉથી એક સ્રી પુરુષ બેઠલા હતા. દરમિયાન એક શખ્સે મહિલાના ગળામાથી સોનાનું 30 હજારનું મંગળસૂત્ર કાઢી લીધુ હતું. જેથી મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સિધ્ધેશ્વર હેરીટેજની બાજુમાં આવેલા વૃંદાવન હાઇટસમાં રહેતા ભાવનાબેન કૌશીકકુમાર મિસ્ત્રી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.19 ઓકટોબરના રોજ સવારે મારા પતિ કૌશીકકુમાર મિસ્ત્રી મારુ મોપેડ લઈ મારા કાકાના દિકરા ભુપેંદ્ર્ભાઇના ગેરેજ ચોખંડી ખાતે રીપેરિંગમા મુકી પરત અમારા ઘરે આવ્યા હતા. સાંજના સમયે હુ તથા મારા પતિ અમારી રીપેરિંગમા મુકેલું મોપેડ લેવા માટે અમારા ઘરેથી ચાલતા ચાલતા રુદ્રાક્ષ બ્લીસ ફ્લેટ વાઘોડીયા રોડ પાસે પહોંચ્યા ત્યારે રીક્ષા આવી હતી જેમાં અગાઉથી એક સ્ત્રી તથા એક પુરુષ રીક્ષાના પાછળની સીટમા બેસેલા હતા. મેં માંડવી ખાતે જવાનું કહતે અમને પાછળની સીટ પર બેસાડ્યા હતા. વાઘોડીયા રોડ પાસે પહોચતા આગળ પોલીસવાળા છે આગળ બેઠેલા શખ્સને પાછળની સીટમા મારી પાસે બાજુમા બેસાડ્યો હતો. ઉમા ચાર રસ્તા પાસે આવતા રીક્ષાના ડ્રાઈવરે ઇંદ્રપુરી હોસ્પિટલ પાસે ઉતારી આ લોકોને હું આગળ હોસ્પિટલ મુકીને આવુ અને પછી તમને માંડવી ખાતે મુકી જઈશ તેમ જણાવી કલાદર્શન બાજુ રીક્ષા ચાલક તેમની રીક્ષા લઈને જતો રહ્યો હતો. ત્યારબાદ થોડીવાર ઉભા રહ્યા બાદ મને મારા ગળામા સોનાનુ મંગળસુત્ર જણાઈ આવ્યું ન હતું. જેથી રીક્ષામાં બેઠેલા કોઇ ઇસમે મારા ગળામાથી મારુ મંગળસુત્ર રૂ.30 હજારનું મારી નજર ચુકવી ચોરી કરી લઈ લીધુ હતું. બનાવ બન્યા બાદ અમે બંને બહારગામ જતા રહેલ હતા.