અમદાવાદ, રવિવાર
દિવાળીના પર્વમાં પૂર્વ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ મકાનની રેકી કરીને ચોરીઓ કરીને તરખાટ મચાવ્યો હતો. બાપુનગરમાં વૃધ્ધ પરિવાર સાથે પોતાના વતન હૈદરાબાદ ગયા હતા અને મકાનના તાળાં તોડીને મકાનમાં પ્રવેશીને તિજોરી તોડીને રોકડા રૃા. ૧.૪૦ લાખ અને દાગીના મળી કુલ રૃા. ૨.૭૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી અને સીસીટીવીનું ડીવીઆર પણ લઇ ગયા હતા. બાપુનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કરો તિજોરી તોડી રોકડા રૃા. ૧.૪૦ લાખ અને દાગીના તથા ઓળખ છૂપાવવા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઇ ગયા
બાપુનગર વિસ્તાર વૃદ્ધ પરિવાર સાથે રહે છે અને જો કે દિવાળી તહેવાર હોવાથી તેઓ તા.૨-૧૧-૨૪ના રોજ તેઓ પરિવાર સાથે પોતાના વતન હૈદરાબાદ ગયા હતા. આજે સવારે તેમના ભત્રીજાને સંબંધીએ જાણ કરી હતી કે તેમના કાકાના ઘરે ચોરી થઇ છે. જેથી ભત્રીજો તુરંત કાકાના ઘરે પહાંેચ્યો હતો અને જઇને જોયું તો ત્યાં દરવાજાનો નકુચો તૂટેલો હતો.
જેથી ઘરમાં તપાસ કરતા બધો સમાન વેર વિખેર પડેલો હતો અને તિજોરી પણ તૂટેલી હાલતમાં હતી તપાસ કરતાં રોકાડા રૃા. ૧.૪૦ લાખ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૨.૭૦ લાખની મતાની ચોરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો. એટલું જ નહી પોતાની ઓળખ છૂપાવવા માટે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરીને જતો રહ્યો હતો. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને આસપાસની સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.