વડોદરા જિલ્લાના વાઘોડિયા ખેરવાડી રોડ પર સમી સાંજે વ્યારા ગ્રામ પંચાયતના મહિલા તલાટી તવરા પાસેથી એક્ટીવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ડોક્ટર પતિ દ્વારા કારથી એક્ટિવાને અડફેટે લઈ અકસ્માત સર્જી 100 ફૂટ ઢસડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા પંથકમાં સનસનાટી મ
.
પત્નીનો પીછો કરી પતિએ પત્નીની એક્ટિવાને ટક્કર મારી મળેલી માહિતી પ્રમાણે આશરે છ મહિના પહેલા વાઘોડિયા તાલુકાના વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અમીબેન પ્રકાશભાઈ શાહ (ઉં.વ. 30) હાલ રહે. વાઘોડિયા)ના લગ્ન અમદાવાદમાં રહેતા MBBS ડો. પ્રતિક રસીકભાઇ મહેતા સાથે થયા હતા. બંને વચ્ચે મતભેદ થતાં તલાટી પત્ની હાલ વાઘોડિયા રહે છે. આજે સાંજે તલાટી અમીબેન શાહ પોતાની ફરજ પરથી એક્ટીવા ઉપર પરત વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પત્નીનો પીછો કરી રહેલા ડોકટર પતિ પ્રતિક રસીકભાઇ મહેતાએ તવરા ગામ નજીક તેઓની કારથી પત્નીની એક્ટિવાને ટક્કર મારી હતી. એક્ટિવાને ટક્કર મારતાં અમીબેન રોડ ઉપર પટકાયા હતા. પત્નીને મોતને ઘાટ ઉતારવાના ઇરાદાથી જ અકસ્માત સર્જનાર પતિએ પત્નીને 100 ફૂટ સુધી કાર સાથે ઢસડી ગયો હતો.
પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તવરા ગામ પાસે બનેલી ઘટના જોઇ પસાર થતા લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઇજા પામેલા તલાટી અમીબેન શાહને 108 એમ્બ્યુલન્સમાં વાઘોડિયા હોસ્પિટલમાં સારવાર માટે રવાના કર્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ એકઠા થઇ ગયેલા લોકોએ તલાટી તરીકે ફરજ બજાવનાર પત્ની અમી શાહની અકસ્માત સર્જી હત્યાનો પ્રયાસ કરનાર ડોક્ટર પતિ પ્રતિક મહેતાને ઝડપી પાડયો હતો અને ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. તુરંત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
તલાટી પત્ની
પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી પત્નીની હત્યાનો પ્રયાસ નિષ્ફળ જતાં ડોક્ટરે પણ પોતાની જાતે ઇજા પહોંચાડી હતી. જોકે, પોલીસે ડોક્ટરનો કબજો લીધા બાદ તેણે સારવાર માટે લઇ ગઇ હતી. પોલીસે ડોક્ટર સામે અકસ્માત કરી પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર ડોક્ટર સામે ઇજાગ્રસ્ત તલાટીના પિતા પ્રકાશભાઇ શાહ (રહે. મહેસાણા)ની ફરિયાદના આધારે પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે અગાઉથી ખટરાગ ચાલતો હતો ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે, તલાટી તરીકે ફરજ બજાવતા અમીબેન શાહ અને તેમના ડોક્ટર પતિ પ્રતિક મહેતા વચ્ચે ખટરાગ ચાલતો હતો. આજે ડોકટરે તેની પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ઇજાગ્રસ્ત તલાટી અમીબેન શાહની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.