ગીર સોમનાથના પ્રવાસન ક્ષેત્રમાં નવો વળાંક આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા અહેમદપુર માંડવી બીચ ખાતે પ્રથમવાર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24 જાન્યુઆરીથી શરૂ થનાર આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે લાઈવ
.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલા આ બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ફેસ્ટિવલમાં સ્થાનિક ખારવા સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફૂડઝોન પણ ઉભો કરવામાં આવશે.
ત્રણ દિવસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાશે…
બીચ ફેસ્ટિવલમાં મુખ્ય આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસિધ્ધ બોલીવૂડ ગાયક કલાકારો દ્વારા લાઈવ કોન્સર્ટ, બોટ ટેબ્લો, બીચ ગેમ્સ, કેમલ રાઈડ, હોર્સ રાઈડ, ડોલ્ફીન વોચ, પરંપરાગત વાનગી આધારિત ફુડ સ્ટોલ, સાંસ્કૃતિક પરેડ કાર્યક્રમ તથા કાર્યક્રમના સમાપન દિવસે ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજાનાર છે. જેમાં તા.24ના રોજ સાંજે 7થી 10 ઉદ્દઘાટન તથા પ્રસિધ્ધ બોલીવૂડ સીંગર અનુપ શંકર દ્વારા લાઇવ કોન્સર્ટ, તા.25ના સાંજના 7થી 9 પ્રસિધ્ધ બોલીવૂડ સીંગર્સ પવનદીપ દ્વારા લાઇવ કોન્સર્ટ અને બાદમાં ટેબ્લો પ્રદર્શન, તા.26ના સાંજે 6થી 7 સાંસ્કૃતિક પરેડ, સાંજે 7થી 9:30 પ્રસિધ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ, બાદમાં રાત્રિના 10 વાગ્યે આતશબાજીનો રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થશે.
અહેમદપુર માંડવી બીચની ખાસ વિશેષતા એ છે કે અહીં સૂર્યોદયનું અદભુત દૃશ્ય જોવા મળે છે અને મોટી સંખ્યામાં ડોલ્ફિન પણ જોવા મળે છે. ભવિષ્યમાં અહીં વોટર સ્પોર્ટ્સની સુવિધાઓ પણ વિકસાવવાની યોજના છે. આ ફેસ્ટિવલથી ગીર સોમનાથના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ મળશે અને પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.