ભાવનગરના હાદાનગર વિસ્તારમાં એક સેલ્સમેન સાથે થયેલી તકરાર બાદ બે શખ્સોએ તેમની ગાડીમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાલાજી વેફરના સેલ્સમેન મહેશભાઈ ગોહિલ બપોરે 4 વાગ્યાની આસપાસ તેમની મારુતિ કંપનીની ગાડી લઈને હાદાનગર સત્યનારાયણ સોસ
.
બંને શખ્સોએ મહેશભાઈને હોર્ન વાગ્યા છતાં ગાડી ન ખસેડવા બાબતે ઠપકો આપ્યો હતો. આ મુદ્દે થયેલી બોલાચાલીમાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. સમીર તલવાર અને ફૈઝલ છરી લઈને આવ્યાં હતા. જોકે, મહેશભાઈ જીવ બચાવીને ભાગ્યા હતા.

બંને શખ્સોએ મહેશભાઈની ગાડીનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. હેડલાઈટ તોડી હતી અને ચારેય ટાયરમાં કાણાં પાડી હવા કાઢી નાખી હતી. મહેશભાઈએ તેમના શેઠ મુકેશભાઈ માવણીને જાણ કરી હતી. ત્યારબાદ બંને શખ્સો ફરી આવ્યાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કંપનીના અન્ય કર્મચારીઓ હરપાલસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઘેલા અને સોહિલભાઈ કુરેશીની મદદથી ગાડીને ગોડાઉન સુધી લઈ જવામાં આવી હતી. મહેશભાઈએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.