છેલ્લા કેટલાક દિવસોથી જાણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિએ માથુ ઉંચક્યું હોય તેમ એક પછી એક ઘટના બનતી જઈ રહી હતી. જેને લઈને લોકોમાં પણ ડર પ્રવત્યો હતો અને સામે પોલીસ પર આક્રોશ વધતો જઈ રહ્યો હતો. લોકો પોતાને ઘરમાં પણ સુરક્ષિત નથી મહેસુસ કરી રહ્યાં. ત્યારે લ
.
સુરત પોલીસે મોટા વરાછા વિસ્તારમાં ચાર દિવસ પહેલા જાહેરમાં મારામારી કરનાર ત્રણ અસામાજિક તત્ત્વોનું સરઘસ કાઢ્યું હતું. મોટા વરાછામાં ઈંડાની લારી ચલાવતા યુવક પર પાર્કિંગ જેવી સામાન્ય બાબાતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસમાં આવા ગુંડાઓનો ત્રીજું સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું.
આરોપીઓનું સરઘસ કાઢી લોકોમાં ડર ઓછો કર્યો
ઈંડાની લારી ચલાવતા યુવક પર હુમલો કર્યો હતો સંજય પટેલ નામનો યુવક ઈંડાની લારી ચલાવી રહ્યો છે અને તેની લારી આગળ આરોપીઓએ એક્ટિવા પાર્કિંગ કર્યું હતું. જેને લઈ લારી ચલાવતા યુવકે કહ્યું કે, તમારૂ વાહન થોડું દૂર ઉભુ રાખો ત્યારે ઉશ્કેરાઈને આરોપીઓએ હુમલો કરીને ફરિયાદીના મોઢા પર ઈજા પહોંચાડી હતી. જેને લઈ યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ દુકાન ખાલી કરી દે નહિતર તને જીવવા નહીં દઇએ તને જાનથી મારી નાખીશ તેમ આરોપીઓએ ઘમકી પણ આપી હતી. ત્યાર બાદ બે યુવકોને દોડાવી દોડાવી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી કબજે કર્યા હતા અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
યુવકને માર મારતા આરોપીઓના CCTV
આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું ઉત્રાણ પોલીસ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સાન ઠેકાણે લાવી હતી અને આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવા માટે ચાલી શકે તેવી પણ સ્થિતિ ન હતી. પોલીસનો ઈશારો અસામાજિક ઈસમોને છે કે કોઈ આવી ગુનાહિત પ્રવૃતિ કરશો તો આવા હાલ થશે.
ખંડણીખોર ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત
અડાજણ પોલીસે ખંડણીખોરોની ભાન ઠેકાણે લાવી અડાજણના યોગી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દીપકકુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. બંને ભાઈએ દીપકને ધારિયા જેવું હથિયાર બતાવી ધમકાવ્યો હતો કે, રેતી ભરેલી એક ટ્રકના 100 રૂપિયા ખંડણી આપવી પડશે નહીં તો જાનથી મારી નાંખીશું. બાદ પણ ભાવેશ અને ભદ્રેશ દીપકને અવારનવાર ફોન કરી જો ટ્રક દીઠ 1 હજાર નહીં આપે તો જાનથી મારી નાંખવાની અને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા. દીપક બંને ભાઈઓના ત્રાસથી કંટાળી અડાજણ પોલીસની શરણે ગયો હતો. પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને ખંડણીખોરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
બૂટલેગર યુસુફ ઉર્ફે ટેણી
ભેસ્તાન પોલીસે બુટલેગરનું સરઘસ કાઢ્યું ઉન ગામ ખાતે રહેતો અને દારૂના કેસમાં પકડાયેલા બુટલેગર દ્વારા થોડા દિવસ પહેલા પોલીસ વાન પર પોતાની કારથી ટક્કર મારી હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી. પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી આરોપી બુટલેગર યુસુફ ફરાર થઈ ગયો હતો. હુસેન ઉર્ફે યુસુફ તેની જે જગ્યા પર પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતો હતો એ વિસ્તારમાં પોલીસે સરઘસ કાઢ્યું હતું.આરોપીની ધાક લોકોમાં ઓછી થાય અને અન્ય આરોપીને ખબર પડે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો તેને લઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું.