વડોદરાથી 140 કિ.મી.ના અંતરે કરજણ ડેમના સ્ત્રાવ વિસ્તારમાં જૂનારાજ ખાતેનું નીલકંઠ મહાદેવ મંદિર. જે 6 મહિના પાણીમાં અને 6 મહિના બહાર દેખાય છે. પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર. સ્થાનિકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ મંદિર 500 વર્ષ જૂનું છે. જે કર
.
એપ્રિલ મે મહિનાના સમયગાળામાં આ મંદિર સંપૂર્ણ પણે બહાર આવી જતા ત્યાં લોકો દર્શનાર્થે પહોંચી શકે છે. ઘણા પ્રવાસીઓ મંદિર પાણીમાં ગરકાવ થાય ત્યારે પણ બોટમાં મંદિરની પ્રદક્ષિણા કરીને મહાદેવના દર્શનનો સંતોષ માને છે. આમ આ મંદિરની ડ્રોન દ્વારા તસવીર લેવામાં આવી છે. સમુદ્રની વચ્ચે આવેલું હોય તેવું નયનરમ્ય દ્રશ્ય કેદ થયું હતું. એક દિવસીય પ્રવાસ અને બાઇક રાઇડીંગના શોખીનો માટે એક અનેરૂં એડવેન્ચર પુરૂં પાડે છે.