ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને સામાન્ય ગણિત એટલે કે બેઝીક મથ્સ અને કઠિન ગણિત એટલે કે સ્ટાન્ડર્ડ મેન્થ બે પૈકી એક ગણિત રાખવાની છૂટ આપવામાં આવે છે ત્યારે દર વર્ષે પરીક્ષા યોજાય એટલે સાચા આં
.
આ સ્થિતિ ગઇ કાલે લેવાયેલી મેથ્સની પરીક્ષા બાદ આંકડા જાહેર થયા તેમાં સ્પષ્ટ થઇ છે. આ વર્ષે ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષામાં ગણિતમાં કુલ 8,45,878 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તે પૈકી સરળ એટલે કે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,84,538 એટલે કે કુલ વિદ્યાર્થીઓના 92.75 ટકા હતી. જ્યારે કઠિન ગણિત એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં આ વર્ષે માત્ર 61,340 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે કુલ સંખ્યાના માત્ર 7.25 ટકા જ થાય છે.
90%થી વધુ વિદ્યાર્થીઓ બેઝિક ગણિત જ પસંદ કરીને તેમાં પરીક્ષા આપે છે. ગત વર્ષે ધો.10માં 6,35,866 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યુ હતું અને 70,097 વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યુ હતું. આ વર્ષે બેઝિક ગણિત પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા 7,84,538 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યુ છે. જ્યારે 61,264 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે.
ભાવનગરમાં માત્ર 6.55 ટકાની પસંદ સ્ટાન્ડર્ડ મેથ્સ
ભાવનગર જિલ્લામાં આંકડાકીય માહિતી જોઇએ તો ધો.10ની પરીક્ષામાં ગણિતમાં કુલ 34,600 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તે પૈકી સરળ એટલે કે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા 32,340 એટલે કે કુલ વિદ્યાર્થીઓના 93.45 ટકા હતી. જ્યારે કઠિન ગણિત એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં આ વર્ષે માત્ર 2266 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે કુલ સંખ્યાના માત્ર 6.55 ટકા જ થાય છે.
ગણિત પ્રત્યે રસ ઘટ્યાનું કારણ : પાયો કાચો
ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સ રાખનારાની ઓછી સંખ્યાનું કારણ માધ્યમિક ગણિત તથા પ્રાથમિક શાળા કક્ષાના શિક્ષણમાંથી ગણિતનો નબળો પાયો પણ જવાબદાર છે શિક્ષકો પાસે ભણાવવા કરતાં આંકડાકીય માહિતી મંગાવવા કે મોકલવાની જે રમત છે તેમાં વિદ્યાર્થીઓનું પાયો ખાસ કરીને ગણિત જેવા વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા વિષયમાં કાચો રહી જાય છે તે હકીકત હવે સામે આવી છે. > પરેશભાઈ ત્રિવેદી, શિક્ષણવિદ