મોરબીમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મોરબીની નાની કેનાલ રોડ પર રહેતા 25 વર્ષીય ગૌરવભાઈ કાવરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
.
ગૌરવભાઈ અગાઉ ટાઇલ્સ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હતા. વેપારીઓએ તેમના પૈસા ખોટા કર્યા હતા. કારખાનાને ચૂકવણી કરવા માટે તેમણે ભરત ઉર્ફે બીકે બોરીચા પાસેથી 13 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
આ લોનની શરતો મુજબ દરરોજ 1000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું હતું. ગૌરવભાઈએ અડધી રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી મૂળ રકમની માગણી કરી રહ્યો છે.
ગૌરવભાઈએ આ અંગે વ્યાજ-વટાવની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને આરોપીએ ફોન પર ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી બોરીચા વાસ લીલાપર રોડ, મોરબીનો રહેવાસી છે.