વડોદરાઃ વડોદરા રેલવે સ્ટેશન પાછળ ફાસ્ટ ફૂડની દુકાન ધરાવતા યુપીના વેપારીએ વ્યાજખોરની ઊઘરાણી અને ધમકીથી કંટાળીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જૂના પાદરા રોડ પર અક્ષર રેસિડેન્સીમાં રહેતા મૂળ યુપીના વિવેકકુમાર સિંગે પોલીસને કહ્યું છે કે,મારા ગામના વતની ગૌરીપ્રસાદ શિવકુમાર સિંગ મને ધંધા માટે વડોદરા લાવ્યા હતા.અમે બંને એકબીજાને રૃપિયાની આપલે કરતા હતા.વર્ષ-૨૦૧૬માં મેં રૃ.૧ લાખ લીધા હતા અને તેની સામે ગૌરી પ્રસાદે મારી પાસે સોનાના ૧૭ દાગીના લીધા હતા.
રૃ.૧ લાખની રકમ સામે મારે દર મહિને રૃ.૩હજાર વ્યાજ ચૂકવવાનું હતું.મે-૨૦૨૩ સુધી મેં વ્યાજ ચૂકવ્યું હતું અને મૂડી પણ આપી દીધી હતી.આમ છતાં દાગીના પાછા મળ્યા નહતા.ત્યારપછી મેં ફાસ્ટફૂડની દુકાન ભાડે રાખી ધંધો શરૃ કરતાં ગૌરી પ્રસાદે મને રૃ.૨૦.૪૮ લાખ આપ્યા હતા.તેની સામે તેણે મારી દુકાનમાં સ્કેનર મૂકાવી રૃ.૧૪લાખ જેટલું પેમેન્ટ લીધું હતું.
વિવેકસિંગે કહ્યું છે કે,મેં રૃ.૨૦.૪૮ લાખ સામે ગૌરીપ્રસાદને કુલ રૃ.૨૩.૦૬ લાખ ચૂકવી દીધા છે અને તેમ છતાં મારી પાસે રૃ.૨૦.૪૮ લાખની માંગણી કરી રહ્યા છે.તેણે મારા દાગીના તો નથી જ આપ્યા. પરંતુ બે ચેકમાં રૃ.૧૦લાખ અને ૯.૯૯ લાખની રકમ નાંખી બાઉન્સ કરાવ્યા છે અને નોટિસ આપી છે.જેથી સયાજીગંજ પોલીસે ગૌરીપ્રસાદ સામે ગુનો નોંધ્યો છે.