જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા એક વૃદ્વને અગાઉની માથાકુટનો ખાર રાખી પાઇપ-ધોકા સાથે ધસી આવેલા ચાર શખસોએ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાની ફરીયાદ નોંધાઇ છે. જયારે શહેરમાં કોર્ટ કમ્પાઉન્ડ પાસે એક યુવાનને ધમકી અપાયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે
.
મળતી વિગત અનુસાર શહેરના કાલાવડ નાકા વિસ્તારમાં પટ્ટણીવાડમાં રહેતા હાજી રઝાકભાઈ નુરમામદ ચૌહાણ નામના વેપારી વૃદ્ધ રવિવારે રાત્રે ઘરની બહાર નિકળતા હતા ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી અકીલ અસગર શેખ, મહંમદ અખ્તર પંજા, ઈસ્માઈલ ખાટકી અનેસદામ અસગર શેખ નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.જે શખસોએ ધોકા, પાઈપ સાથે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાની ફરીયાદ ચારેય સામે નોંધાવાઇ છે.
જયારે શહેરના ગોકુલનગરમાં રહેતા કેતન કેશુભાઈ વસરા લાલ બંગલા પાસે આવેલી કોર્ટની નવી ઈમારતમાં એક કેસની મુદ્દતે આવ્યા હતા.ત્યાંથી નીચે ઉતરતી વખતે હાજી હમીર ખફી, શિવરાજસિંહ ઉર્ફે શિવો મહેન્દ્રસિંહ જાડેજા, મુખ્તાર આદમ કમોરા, ફિરોઝ જુનુસ સંઘાર નામના ચાર શખ્સ મળ્યા હતા. અગાઉ થયેલી હાજી હમીર સાથેની માથાકૂટનો ખાર રાખી આ શખ્સોએ જ્યારે કેતન વસરા નીચે ઉભા હતા ત્યારે ત્યાં આવ્યા પછી હાજી હમીરે ધમકી ઉચ્ચારી હોવાની ફરીયાદ નોંધાવાઇ છે.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.